વસ્ત્રાલમાં ઘરકંકાસે લીધો દીકરીનો જીવ: પતિએ પાઈપથી માર મારતા 7 વર્ષની પુત્રીનું કરૂણ મોત, પત્ની ઘાયલ…

Vastral Crime News : કોઇ બાબતે માથાકૂટ બાદ પતિએ પત્ની અને દીકરીને માર માર્યો, ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાત વર્ષની દીકરીનું મોત નિપજ્યું તો પત્નીને સારવાર હેઠળ ખસેડાઇ

Vastral Crime : દિવાળીના તહેવારની વચ્ચે અમદાવાદના વસ્ત્રાલથી એક દુખદ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરકંકાસમાં એક 7 વર્ષીય દીકરીનો જીવ ગયો છે. અમદાવાદના વસ્ત્રાલની વિનાયક સોસાયટીમાં ઘરકંકાસમાં પતિએ પત્ની અને દીકરીને પાઈપથી માર માર્યો હતો. આ તરફ માર મારતા 7 વર્ષની દીકરીનું મૃત્યુ થતાં પરિજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. આ તરફ પત્ની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઘટનાને લઈ પોલીસ આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદમાં વસ્ત્રાલની વિનાયક સોસાયટીમાં ઘરકંકાસમાં એક માસૂમ દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વાસ્તવમાં અહીં કોઇ બાબતે માથાકૂટ બાદ પતિએ પત્ની અને દીકરીને માર માર્યો હતો. આ તરફ પત્ની અને દીકરીને પાઇપ વડે માર મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત સાત વર્ષની દીકરીનું મોત નિપજ્યું છે.

આ તરફ ઇજાગ્રસ્ત પત્નીને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, ઘર કંકાસને કારણે પતિએ માર માર્યો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ઘટનાને લઈ પોલીસે પતિ દિલીપ કુશવાહાની શોધખોળ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.