Vastu Tips: રસોડામાં આ જગ્યાએ જ માટલું રાખવું યોગ્ય, આ રીતે રાખશો તો ઘરમાં જળવાઈ રહેશે સુખ-શાંતિ

Vastu Tips: જો રસોડામાં યોગ્ય દિશામાં માટલું રાખવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. જો ખોટી જગ્યાએ માટલું રાખવામાં આવે તો તેનાથી ઘરમાં ક્લેશ, આર્થિક તંગી સહિતની સમસ્યા વધે છે.

સનાતન ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં રાખેલી દરેક વસ્તુની યોગ્ય દિશાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની દરેક વસ્તુને જો યોગ્ય દિશામાં રાખવામાં આવે તો જીવન સુખમયી રહે છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી વસ્તુઓ વિશે પણ જણાવ્યું છે જેને હંમેશા યોગ્ય દિશામાં જ રાખવી જોઈએ.

આવી જ વસ્તુઓમાંથી એક છે પાણી ભરવાનું માટલું. દરેક ઘરના રસોડામાં પાણી ભરવા માટે માટીના માટલાનો ઉપયોગ થાય છે. આ માટલાને રસોડામાં યોગ્ય સ્થાન પર જ રાખવું જોઈએ. જો રસોડામાં યોગ્ય દિશામાં માટલું રાખવામાં આવે તો જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. જો ખોટી જગ્યાએ માટલું રાખવામાં આવે તો તેનાથી ઘરમાં ક્લેશ, આર્થિક તંગી સહિતની સમસ્યા વધે છે. તો ચાલો તમને જણાવીએ રસોડામાં માટલું કઈ દિશામાં રાખવું જોઈએ.

માટલું રાખવાની યોગ્ય દિશા

 

વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં માટલાને હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં એટલે કે ઈશાન ખૂણામાં રાખવું જોઈએ. આ દિશામાં બૃહસ્પતિદેવનો વાસ હોય છે. જો તમે આ દિશામાં માટલું રાખો છો તો ભૌતિક સુખ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિવાય બાળકોને કરિયરમાં પણ ગ્રોથ મળે છે. આ સિવાય રસોડાની ઉત્તર દિશામાં પણ માટલું રાખી શકાય છે.

માટલા સંબંધિત મહત્વના વાસ્તુ નિયમો

. રસોડામાં રાખેલા માટલાને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ. માટલું ઢાંકવા માટે પ્લાસ્ટિકના ઢાંકણાનો ઉપયોગ ક્યારેય ન કરવો. સૌથી સારું રહે છે કે તમે માટીના ઢાંકણાનો જ ઉપયોગ કરો.

 

2. એવું માનવામાં આવે છે કે ઘરમાં માટલું અથવા તો સુરાહી રાખવાથી ધનના દેવી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સ્થાયી વાસ કરે છે. જે ઘરના રસોડામાં માટલું રાખવામાં આવે છે ત્યાં આર્થિક તંગી રહેતી નથી.

3. રસોડામાં રાખેલા પાણીના માટલાને હંમેશા ભરીને રાખવું જોઈએ. માટલું ક્યારેય ખાલી રાખવું નહીં.

4. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર દિશામાં દેવી-દેવતાનો વાસ હોય છે. ઘરની આ જગ્યા પર હંમેશા માટીનું માટલું પાણી ભરીને રાખવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.