વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં કઈ વસ્તુ ક્યાં રાખવી તે અંગે માહિતી આપવામાં આવી છે. તેમજ રસોડામાં પણ કઈ વસ્તુ રાખવી કે ન રાખવી તે પણ જણાવવામાં આવેલુ છે. તો આજે આપણે જાણીશું કે વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કઈ વસ્તુ પૂર્ણ થવાથી આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે.વાસ્તુશાસ્ત્રમાં અન્નપૂર્ણામાતાનો રસોડામાં વાસ માનવામાં આવે છે. રસોડામાં રસોઈ કરવાની તમામ સામગ્રી રાખવામાં આવે છે. કેટલાક લોકોની આદત હોય છે કે ઘરમાંથી વસ્તુ પુરી થઈ જાય પછી જ રસોઈનો સામાન ખરીદે પરંતુ આવુ કરવાથી દોષ પણ લાગી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લોટ રાખવા માટે ઉપયોગમાં લેવાતા વાસણને ક્યારેય પણ સંપૂર્ણપણે ખાલી ન કરવું જોઈએ. લોટ સંપૂર્ણ રીતે ખતમ થઈ જવો અશુભ માનવામાં આવે છે. જેના કારણે કેટલીક વાર આર્થિક સમસ્યાનો પણ સામનો કરવો પડે છે.
આ ઉપરાંત ચોખા પણ એક સંપૂર્ણ અનાજ માનવામાં આવે છે. કેટલીક જગ્યાએ ચોખાનું સેવન કરવામાં આવે છે. પૂજામાં પણ ચોખાનો ઉપયોગ થાય છે. તેથી, રસોડામાં ચોખાના ડબ્બાને ક્યારેય સંપૂર્ણપણે ખાલી ન કરવો જોઈએ. આ કારણે શુક્ર ગ્રહ નબળો પડી જાય છે.
હળદરનો ઉપયોગ રસોઈથી લઈને ધાર્મિક અને શુભ કાર્યોમાં થાય છે. હળદરમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં હળદર ન હોય તો સુખ અને સૌભાગ્યનો અભાવ રહે છે. જેના કારણે વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ થાય છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.