ભારતના દક્ષિણી ભાગમાં આગમન સાથે જ ચોમાસાએ રફ્તાર પકડી છે. જે ચેન્નઈ, ચિત્તૂર, તુમુકુરૂ, શિમોગા, કરવારને પાર કરી ચૂક્યુ છે. આગામી 48 કલાકમાં ચોમાસુ મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં દસ્તક દઈ શકે છે. બંગાળની ખાડીની ઉપર બનેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે ચક્રવાતી હવાઓના કારણે સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલા દબાણના ક્ષેત્રથી મોનસૂનને વધુ ગતિ મળશે અને તે તેજીથી આગળ વધશે.
હવામાન વિભાગ પાસેથી મળેલી જાણકારી અનુસાર પૂર્વ-મધ્ય બંગાળની ખાડી ઉપર ઓછુ દબાણ બનવાની સંભાવના છે. આનાથી ચોમાસાને મળેલી ગતિના કારણે આગામી 24 કલાક દરમિયાન અરબ સાગરના મધ્યમાં, મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં કર્ણાટક અને રાયલસીમાના કેટલાક વિસ્તારોમાં, તમિલનાડુના બાકીના ભાગમાં, ઓડિશા, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાણા, ઉત્તર કોંકણ અને કેરળમાં ભાગે વરસાદ વરસવાની સંભાવના છે.
આ સિવાય પ્રિ-મોન્સૂનની ગતિવિધિઓના કારણે છત્તીસગઢ અને દક્ષિણ મધ્ય પ્રદેશના કેટલાક ભાગોમાં પણ 12 જૂન સુધી ભારે વર્ષાની સંભાવના છે. મોસમ વિભાગના અનુસાર, પૂર્વ-મધ્ય બંગાળની ખાડી, દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય અરબ સાગરના ઉપર અને આંધ્ર પ્રદેશના તટીય વિસ્તારોમાં તેજ હવાઓના કારણે સંભાવના છે. આને મધ્યનજર મોસમ વિભાગના આ ક્ષેત્રોમાં માછીમારોને દૂર રહેવા અને સમુદ્રમાં ઉતરવાની સૂચના આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.