આ વખતે આંબામાં વહેલા નવા પાંદડા ફૂટવા લાગતા ઉત્પાદનમાં ફટકો પડ્યો છે. વાતાવરણની પ્રતિકૂળ અસરના કારણે કેરીને ખરાબ અસર થઈ છે. નવા પાંદડા આવી જતાં આંબા પરની શાખ કેરી ટપોટપ ખરવા લાગી છે. વળી કેસર કેરીના બગીચા જ્યાં આવેલા છે એ તાલાલા, ખાંભા, વિસાવદર, ધારીના વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં કેરી ખરી પડી છે.
આ વર્ષે પણ 50 ટકા સુધી ઓછું ઉત્પાદન રહેશે. કચ્છના 10 હજાર હેક્ટરના આંબામાં ચોમાસા પહેલા કેરી આવશે. દક્ષિણ ગુજરાતમાં 12 હજાર હેક્ટરમાં કેરસ કેરી છે. ગુજરાતમાં કુલ 60 હજાર હેક્ટર કેસર કેરીના બગીચા છે.
4 લાખ ટન કેરી પાકે એવો અંદાજ છે. જેમાં તાલાલામાં 13 હજાર હેક્ટરમાં 17 લાખ આંબા કેસર કેરીના છે.50 દિવસમાં 1 કરોડ કિલો જેવી 7થી 11 લાખ પેટીના 100 કરોડની કેસર તાલાલામાં વેચાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.