આગામી ૧૬ મેના સવાર સુધીમાં,શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું,હવામાન વિભાગે કર્યું છે જાહેર

લક્ષદ્વિપ પાસે આવેલા દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્ર પર સર્જાયેલું લો પ્રેશર આવતીકાલે સવાર સુધીમાં વધુ શક્તિશાળી બનીને ડિપ્રેશનમાં ફેરવાયા બાદ આગામી ૧૬ મેના સવાર સુધીમાં શક્તિશાળી વાવાઝોડામાં પરિવર્તિત થવાની પૂરી સંભાવના હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે.

દક્ષિણ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સહિત વાદળો ખેંચી લાવતી સિસ્ટમ પણ સક્રિય થઈ છે જેના પગલે ૧૫ મેના અમરેલી, ભાવનગર, દિવ, સુરત, ભરુચ વગેરે વિસ્તારમાં હળવાથી મધ્યમ-૧૬ મેના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, દિવ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી વગેરે વિસ્તારમાં હળવા-મધ્યમ વરસાદ- ૧૭ મેના વરસાદની તીવ્રતા વધશે અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાતમાં પણ આણંદ, દાહોદ, પંચમહાલ વગેરે વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.

દરિયામાં ૬૦થી ૮૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આ અન્વયે એક તરફ હોર્ડીંગ બોર્ડ, વૃક્ષો, થાંભલા ધસી પડવાની, જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા છે તો બીજી તરફ વરસાદ પર્યાપ્ત માત્રામાં પડે તો વાવણી વહેલી થવાની પણ શક્યતા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.