વયસ્કો માટે કોરોના જોખમી, 60થી વધુ વયના 37 લોકોનાં મોત થયાં

– 5 વર્ષથી નાની વયના બાળકો,60થી વર્ષથી વધુ વયના અને સગર્ભા મહિલાને વધુ જોખમ કોઇ બીમારી ન હોય તેવા 7 દર્દીઓનું કોરોનાથી જ મૃત્યુ,એકથી વધુ બિમારી ધરાવતાં 35નાં મોત

ગુજરાતમાં કોરોનાએ પંજો પ્રસરાવ્યો છે.અત્યારે અમદાવાદ અને સુરતમાં કોરોનાની સ્ફોટક પરિસ્થિતીનુ નિર્માણ થયું છે.ગુજરાતમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને ૬૭ સુધી પહોંચ્યો છે. રાજ્ય આરોગ્ય વિભાગે અત્યાર સુધી કોરોનાથી મૃત્યુ પામેલાં લોકોનુ એક વિશ્લેષણ કર્યુ છે જેમાં એવુ તારણ બહાર આવ્યુ છેકે, વયસ્કો માટે કોરોના ઘાતકી સાબિત થયો છે.કેમકે, અત્યાર સુધી આખાય રાજયમાં ૬૦ વર્ષથી વધુ વયના ૩૭ લોકોના મોત થયાં છે. આ જ કારણોસર રાજ્ય આરોગ્ય વિભાગે આ પરિસ્થિતીમાં વ્યસ્કોની કાળજી લેવા હિમાયત કરી છે.

ગુજરાતમાં કોરોનાએ ભયાનક સ્વરુપ ધારણ  કર્યુ છે.રાજ્યમાં છેલ્લા ત્રણેક દિવસથી કોરોનાના દર્દીઓનો મૃત્યુઆંક વધી રહ્યો છે જેના કારણે ગુજરાતનો મૃત્યુઆંક ૬૭ સુધી પહોંચ્યો છે.મૃત્યુઆંક પર નજર કરીએ તો,ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે રહ્યુ છે.રાજ્ય આરોગ્ય વિભાગે કોરોનાથી મોતને ભેટેલાં લોકો પર એક વિશ્લેષણ કર્યુ છે જેમાં એવી વાત બહાર આવી છેકે, ૬૦ વર્ષથી વધુ વય ધરાવતાં,૫ વર્ષથી ઓછી વય ધરાવતાં અને સગર્ભા મહિલાઓને કોરોનાનુ રિસ્ક ફેક્ટર વધુ છે.એટલું નહીં, એકથી વધુ બિમારી હોય તેવા લોકો માટે પણ કોરોના જોખમી સાબિત થઇ શકે છે.

આરોગ્ય સચિવ ડો.જયંતિ રવિએ જણાવ્યુ કે,કોઇપણ બિમારી ન હોય તેવા માત્ર કોરોનાગ્રસ્ત ૭ દર્દીઓના જ મોત થયા છે. આવા મૃતકોની ટકાવારી ૧૦ ટકા રહી છે.૬૦ વર્ષથી વધુ વય હોય અને ૫ વર્ષથી ઓછી વય હોય તેવા ૪ દર્દીઓના મોત થયા છે.ડાયાબિટીસ,કેન્સર,બલ્ડપ્રેશર, હાર્ટની બિમારી હોય તેવા ૨૧ લોકોના મૃત્યુ થયાં છે. એકથી વધુ બિમારી હોય તેવા ૩૫ લોકોના મોત થયા હતાં. મલ્ટીપલ બિમારી હોય તેવા મૃત્યુ પામેલાં લોકોની ટકાવારી ૫૦ ટકા રહી છે.

જયારે ૬૦ વર્ષથી વધુ વયના ૩૭ લોકો મોતને ભેટયાં છે.જયારે ૪૫થી ૫૯ વર્ષના ૨૨ દર્દીઓના મૃત્યુ થયાં છે.૧૫થી ૪૪ વર્ષની વયના ૬ જણાંનુ પણ મૃત્યુ થયુ છે.૫થી ૧૪ વર્ષના ૧ દર્દી અને ૪ વર્ષથી ઓછી વય ધરાવતાં એક દર્દીનુ મોત થયુ છે. આ વિશ્લેષણ પર એક વાત સાબિત થાય છેકે, કોરોના વયસ્કો માટે ઘાતક સાબિત થયો છે. જો ઘરમાં કોઇ ૬૦ વર્ષથી વધુ વયનુ હોય તો તેની ખાસ કાળજી લેવી જોઇએ તેવી રાજય આરોગ્ય વિભાગની સલાહ છે.

કોઇપણ બિમારી ન હોય અને તેવા મૃત્યુ પામેલાં દર્દી

7

60 વર્ષથી વધુ અને ૫ વર્ષથી ઓછી વયના મૃત્યુ પામેલાં દર્દી ડાયાબિટીસ,કેન્સર,હાર્ટ અને અન્ય બિમારી હોય તેવા

4

મૃત્યુ પામેલાં દર્દી

21

એકથી વધુ બિમારી હોય તેવા મૃત્યુ પામેલાં દર્દી

35

કુલ

67

વય

મોત

૦થી ૪ વર્ષની વય

૫થી ૧૪ વર્ષની વય

૧૫થી ૧૪ વર્ષની વય

૪૫થી ૫૯ વર્ષની વય

૨૨

૬૦થી વધુ વર્ષ ની વય

૩૭

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.