આવતી કાલથી બે દિવસનો તેમનો ગુજરાત પ્રવાસ યોજવામાં આવશે. અમિત શાહ ગાંધીનગર, અમદવાદ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ખાસ કરીને અમિત શાહ બીજેપીમાં રાજકીય ક્ષેત્રે ચાણક્ય કહેવામાં આવે છે તેમનું માઈક્રો પ્લાનિંગ તેમજ જરૂરી સૂચનો પણ આવનાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર તેમજ સંગઠનને કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓ તેમના લોકસભા મત ક્ષેત્રની અંદર અવાર નવાર મુલાકાત લેતા હોય છે ત્યારે અનેક લોકોર્પણના કાર્યો પણ તેમના મત વિસ્તારમાં થયા છે.
આવતી કાલથી બે દિવસના કાર્યક્રમો અમિત શાહના રહેશ
26 સપ્ટેમ્બ વિરોચન નગર પ્રાથમિક શાળાના આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત આ જ દિવસે 1 વાગે બાવળા એપીએમસી સંમેલનમાં હાજરી આપશે. ખાસ કરીને ખારીકટ કેનાલ થકી કેનાલના પિયત વિસ્તારને સમાવેશ માટેના આભાર કાર્યક્રમમાં પણ તેમની વિશેષ ઉપસ્થિતિ રહેશે. વર્ષો જૂના આ પ્રશ્નનો ઉકેલ લાવતા ખેડૂતોનો આભાર ઝીલશે. આ ઉપરાંત બીજા દિવસે 27 સપ્ટેમ્બરના રોજ 150 બેડની હોસ્પિટલનું કલોક વિસ્તારમાં લોકાર્પણ પણ કરશે. આ ઉપરાંત નવરાત્રી હોવાથી તેઓ તેમના વતન માણસામાં માતાજીની માંડવીમાં હાજરી આપશે અને પૂજા આરતી માતાજીની કરશે.
જુલાઈ 2022 સુધીમાં ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં રૂપિયા 8,624 કરોડના લોકાર્પણ કર્યા
અમિતભાઈ શાહે પોતાના સંસદીય મતવિસ્તારને દેશનો શ્રેષ્ઠ મતવિસ્તાર બનાવવાની નેમ વ્યક્ત કરતા છેલ્લા ત્રણ વર્ષમાં ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં રૂપિયા 8,624 કરોડના લોકાર્પણના કામો થયા છે. સાણંદ વિધાનસભામાં રૂ. 788 કરોડ, સાબરમતીમાં રૂ. 634 કરોડ વેજલપુરમાં રૂ. 561 કરોડ, નારણપુરામાં રૂ. 1303, ઘાટલોડિયામાં 1984 કરોડના કામ ઉપરાંત ગાંધીનગર ઉત્તરમાં રૂ. 2800 કરોડ અને કલોલમાં રૂ. 493 કરોડના વિકાસકાર્યો જુલાઈ મહિના સુઘી થયા છે જો કે, એ બાદ પણ કરોડોના કામો અમદાવાદ ગાંઘીનગર મત વિસ્તારમાં થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.