વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તમને આ ખબર છે? જાણો મોબાઇલ અને સીમકાર્ડ વિશે

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા આપણાં લોકલાડીલા પીએમ મોદીનો આજે 69મો જન્મદિવસ છે, આ દિવસે પીએમને કોઈએ ટ્વિટર પર તો કોઈએ ફેસબુક પર શુભકામના આપી, દેશનો દરેક નાગરિક પીએમની રસપ્રદ વાતો જાણવા સતત ઉત્સુક રહે છે. પીએમ વિશેની એક વાત જાણવા સૌકોઈ ઉત્સુક હશે અને એ વાત છે પીએમનો મોબાઈલ. પીએમ મોદી કઈ કંપનીનો મોબાઈલ વાપરે છે અને તેનું સીમ કઈ કંપનીનું છે. આખિર દેશના વડાપ્રધાન કયુ નેટવર્ક યુઝ કરે છે. તો તમને જણાવી દઇએ કે પીએમ મોદી એપલનો આઇફોન 6 વાપરે છે. અને આ વાતની જાણકારી તેઓના 2018ના ચીન અને દુબઈના પ્રવાસ દરમિયાન થઈ. આ યાત્રામાં પીએમ આઈફોન 6 સીરિઝનો ફોન યૂઝ કરતા જોવા મળ્યા હતા.ગેઝેટ્સ પસંદ કરનારા મોદી સુરક્ષાના કારણે એપલની સૌથી બેસ્ટ ડિવાઇસ યૂઝ કરે છે. પીએમ મોદી કઈ કંપનીનું સીમ કાર્ડ વાપરે છે આ વાતની જાણ બે વર્ષ પહેલા થઈ જ્યારે પીએમે તેના મોબાઇલનો સ્ક્રિનશૉટ શેર કર્યો હતો. આ સ્ક્રિન શૉટમાં વૉડાફોન નેટવર્ક જોવા મળ્યું હતુ. જેના આધારે કહી શકાય કે પીએમ વોડાફોનનું સીમ યૂઝ કરે છે. જ્યારે પીએમના સૌથી નજીક મનાતા ગૃહમંત્રી અમિત શાહ iPhone XS યૂઝ કરે છે.એપલે આઈફોન એક્સ એસ એક વર્ષ પહેલા લોન્ચ કરેલો. આ ફોનમાં 7 મેગાપિક્સેલ સેલ્ફી કેમેરા સાથે 12-12 મેગાપિક્સલના બે રિયર કેમેરા આપવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.