નરેન્દ્ર મોદી સરકારે કોરોના સામે લડવા માટે સોમવારે એક મોટો નિર્ણય લીધો છે, સરકારે વડાપ્રધાન સહિત તમામ કેબિનેટ પ્રધાનો અને સાંસદોનો પગારમાં 30 ટકા સુંધીનો કાપ મુકવાનો નિર્ણય લીધો છે, અને આ કાપ એક વર્ષ સુંધી રહેશે, કેબિનેટનાં આ નિર્ણયની જાણકારી આપતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આજે વટહુકમ બહાર પાડશે.
તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યોનાં રાજ્યપાલોએ સ્વેચ્છાએ સામાજીક જવાબદારીનાં રૂપે વેતનમાં કાપ મુકવાનો નિર્ણય કર્યો છે, આ ભંડોળને દેશનાં કોન્સોલિડેટેડ ફંડમાં જમાં કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટનાં સંસદ કલમ 1954નાં સભ્યોનાં વેતન, ભથ્થા, અને પેન્સનમાં સુધારાનાં વટહુકમને મંજુરી આપવામાં આવી છે, 1 એપ્રિલ 2020થી એક વર્ષ માટે ભથ્થા અને પેન્સનનાં 30 ટકા સુંધીનો ઘટાડો કરવામાં આવશે.
પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે કેબિનેટે ભારતમાં કોવિડ 19નાં પ્રતિકુળ પ્રભાવનાં મેનેજમેન્ટ માટે 2020-21 અને 2021-22 માટે સાંસદોને મળનારા MPLAD ફંડને અસ્થાઇ રીતે સસ્પેન્ડ કરી દિધો છે, 2 વર્ષ માટે MPLAD ફંડનાં 7900 કરોડ રૂપિયાનો ઉપયોગ ભારતનાં એકત્રિત ભંડોળમાં કરવામાં
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.