વડાપ્રધાન મોદીએ 100મી ‘કિસાન રેલ’ને લીલી ઝંડી બતાવી, કહ્યું – પશ્ચિમ બંગાળના લાખો ખેડૂતોને ફાયદો થશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દેશની 100મી કિસાન રેલને લીલી ઝંડી બતાવીને રવાના કરી છે. આ ખેડૂત ટ્રેન મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર વચ્ચે દોડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ ટ્રેનની શરાત કરી. કેન્દ્રિય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને રેલમંત્રી પિયુષ ગોયલ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આ કામ ખેડૂતો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.

તેમણે આગળ કહ્યું કે કિસાન રેલ સેવા દેશના ખેડૂતોની આવક વધારવાની દિશામાં પણ એક મહત્વનું પગલું છે. જેના કારણે ખેતી સાથે જોડાયેલી અર્થવ્યવસ્થામાં મોટો બદલાવ વશે. આ રેલ સેવાના કારણે દેશની કોલ્ડ સપ્લાઇ ચેઇનની પણ તાકાત વધશે. હું દેશના કરોડો ખેડૂતોને શુભેચ્છા આપુ છુ. કોરોનાના પડકાર છતા છેલ્લા ચાર મહાનાની અંદર કિસાન રેલ નેટવર્કનો વિસ્તાર થયો છે અને હવે દેશને 100મી ખેડૂત ટ્રેન મળી છે.

વડાપ્રધાને આગળ કહ્યું કે આ નેટવર્કના માધ્યમથી ખેડૂતો બીજા રાજ્યમાં પોતાની ખેતપેદાશ વેચી શકશે. આ એ વાતનું પણ પ્રમાણ છે કે આપણા ખેડૂતો નવી સંભાવનાઓ માટે કેટલી ઝડપથી તૈયાર છે. કિસાન રેલ હરતો ફરતો કોલ્ડ સ્ટોરેજ પણ છે. જેની અંદર ફળ, શાકભાજી, દૂધ, માછલી વગેરે જે પણ  જલ્દી ખરાબ થતી વસ્તુઓ છે તે પુરી સુરક્ષા સાથે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી રહી છે. કિસાન રેલ જેવી સુવિધા પશ્ચિમ બંગાળના લાખો નાના ખેડૂતો માટે ફાયદાકારક છે. સાથે જ નાના ના વેપારીઓને પણ તેનાથી ફાયદો થશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.