મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમદાવાદથી મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન ચલાવાના સપનાને ઝાટકો આપ્યો છે. સામનામાં આપેલા ઇન્ટરવ્યુમાં ઠાકરેએ કહ્યું કે બુલેટ ટ્રેન અમારું નહીં બીજા કોઇનું સપનું છે. બુલેટ ટ્રેનમાં રાજ્ય સરકારનો 25 ટકા હિસ્સો જ્યારે કેન્દ્રનો 75 ટકા હિસ્સો છે. સામનામાં તેમનું કહેવું છે કે વિકાસનો રોડમેપ તૈયાર છે. હવે એક પણ ઉદ્યોગ બહાર જશે નહીં, રોજગારીની તક વધશે.
તમારી સરકાર બન્યાના 5 વર્ષ પહેલાં જે સરકાર હતી, તને કેટલાંય એવા પ્રોજેક્ટોને મંજૂરી આપી, નિર્માણ કર્યું, તૈયાર કર્યા જે બાદમાં સફેદ હાથી તરીકે સામે આવ્યા અને તમે તેને સ્થગિત કરી દીધા. તેમાંથી એક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. બુલેટ ટ્રેન મહારાષ્ટ્રમાં આવશે કે નહીં. આ પ્રશ્નના જવાબમાં ઠાકરે એ કહ્યું કે સરકારનું કામ વિકાસ કરવાનું છે. ઠીક છે. તાજેતરમાં મેં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નાગપુર મેટ્રોના બીજા તબક્કાનું ઉદ્ધાટન કર્યું. કામ ચાલુ છે એ વાત સાચી છે. કેટલાંક પ્રોજેક્ટસને મેં સ્થગિત પણ કર્યા છે. ચોક્કસ કર્યા છે. મને હંમેશા એવું લાગે છે કે અત્યારે જે પૈસાનો મુદ્દો ઉઠાવ્યો હતો, આર્થિક પરિસ્થિતિઓને જોતા રાજ્યના વિકાસની પ્રાથમિકતા નક્કી કરવી જોઇએ. અત્યારે જે પ્રાથમિક જરૂરિયાત છે. તમને કોઇ માત્ર બિન વ્યાજી કહે અથવા ઓછા દર પર લોન આપે છે આથી પોતાના પર લઇ લેવી અને જરૂર ના હોવા છતાંય ખેડૂતોની જમીનને છીનવી અને પછી જે સફેદ હાથી છે તેને પાળવો બિલકુલ યોગ્ય નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.