અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ 21થી 24 ફેબ્બ્રુઆરી દરમિયાન ભારતના પ્રવાસે આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારત પ્રવાસ દરમિયાન ડૉનાલ્ડ ટ્રમ્પ જમ્મુ-કાશ્મીર મુદ્દાનો ઉલ્લેખ સુદ્ધા નહીં કરે. અમેરિકી સરકારના ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વોશિંગ્ટન ભારતની સંપ્રભૂતાનું સમ્માન કરે છે માટે જમ્મુ-કાશ્મીર મુદ્દે કોઈ પણ પ્રકારની વાતચીત કરશે જ નહીં.
ડૉનાલ્ડ ટ્રમ્પનીએ ભારત તારા દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપાર મુખ્ય પ્રાથમિકતા રહેશે. એવી પણ આશા વ્યક્ત કરવામાં આવી છે કે, ટ્રમ્પ સાથે અમેરિકાના વાણિજ્ય મંત્રી પણ ભારત આવી શકે છે.
કલમ 370 હટાવ્યા બાદ પોતના અમેરિકી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેની સંયુક્ત વાતચીતમાં સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીર ભારતની આંતરીક બાબત છે. ભારત કોઈ બીજા દેશની આંતરીક બાબતોમાં ચંચુપાત નથી કરતુ, માટે તે બીજા પાસેથી પણ આ જ આશા રાખે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં જ આ નિવેદન એવા સમયે આપ્યું હતું જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ તેમને જમ્મુ-કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવા કહ્યું હતું. જોકે ભારતે આ મામલે ભારે વિરોધ નોંધાવતા ટ્રમ્પે પોતાનું આ નિવેદન પાછુ ખેંચ્યુ હતું.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આગામી મહિને ભારતની મુલાકાતે આવી શકે છે. આ દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય ગુજરાતના અમદાવાદમાં આવશે. અહીં જ બનેં પત્રકારોને પણ સંબોધિત કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, અમેરિકી સરકારે દિલ્હીની આઈટીસી મૌર્યા હોટલમાં 21થી24 ફેબ્રુઆરી સુધી બુકીંગ કરાવ્યું છે. જેમાં પ્રેસિડેંશિયલ સૂટ પણ શામેલ છે. આ અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને બિલ ક્લિંટન પણ મૌર્યા હોટલમાં રોકાઈ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.