જેતપુરના દેવકી ગાલોલ ગામના ખેડૂતોએ લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટપાલ લખેલ છે. જેમાં જેતપુરના દેવકી ગાલોલ ગામમાં ETCO દ્વારા બળજબરીથી ખેડૂતોના ખેતરમાં વિજપલો ઉભા કરી રહ્યાં છે. જેના વિરોધમાં અહીં ના ખેડૂતોએ લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટપાલ લખેલ છે.
તેમજ આ બાબતે થોડા દિવસ પહેલા ખેડૂતો દ્વારા જમીનમાં પ્રતીક સમાધિ લેવા અને મામલતદાર સહિતના લોકોને આવેદન આપવામાં આવ્યું હતું. આમ છતાં GETCO એ કોઈ પણ જાતનું ધ્યાન નહિ આપીને ખેડૂતોના ખેતરમાં બળજબરીથી વિજપોલ ઉભાકરવામાં આવી રહ્યાં છે.
ઉલ્લેખનિય છે કે GETCO દ્વારા બળજબરીથી કામ કરવામાં આવતા ખેડૂતો નારાજ થયા હતા. અને આજે આ જમીન બચાવવા માટે પોતાના લોહીથી ખેતરેમાં બેસીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટપાલ લખીને ન્યાયની માંગણી કરી છે. તેમજ યોગ્ય વળતરની માંગ કરી છે. તથા આ ખેડૂતો સાથે સંદેશ ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત પણ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.