વડા પ્રધાન મોદીનો વિશ્વની સૌથી પ્રભાવશાળી 100 સેલેબ્રિટીઝમાં સમાવેશ થયો

અમેરિકાના જગવિખ્યાત સાપ્તાહિક ટાઇમ મેગેઝિને વિશ્વના સૌથી પ્રભાવશાળી 100 મહાનુભાવોમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ કર્યો હતો. જો કે આ સમાવેશ શરતી કહેવાય કારણ કે વડા પ્રધાનના મુસ્લિમો સાથેના વ્યવહાર અંગે ટાઇમે કેટલીક ટીકા કરી હતી.

આ યાદીમાં ભારતના અભિનેતા આયુષમાન ખુરાના, ગુગલના સીઇઓ સુંદર પિચાઇ, એચઆઇવી વિશે સંશોધન કરનારા રવીન્દર ગુપ્તા અને શાહીન બાગ ધરણામાં સહભાગી થયેલી મુસ્લિમ મહિલા બિલ્કીસનો પણ સમાવેશ થયો હતો.

ટાઇમની આ યાદીમાં ચીનના વડા પ્રધાન શી જીનપીંગ, તાઇવાનના મહિલા રાષ્ટ્રપ્રમુખ ત્સાઇ ઇંગ વેન, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, મૂળ ભારતીય કૂળની અમેરિકી પોલિટિશ્યન કમલા હેરિસ, જો બીડેન, જર્મન ચાન્સેલર એંજેલા મર્કેલ વગેરેનો પણ સમાવેશ આ યાદીમાં થયો હતો.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે ટાઇમે લખ્યું, લોકશાહી માટે સૌથી જરૂરી પરિબળ સ્વતંત્ર ચૂંટણી નથી. એમાં તો એટલી જાણ થાય છે કે કોને સૌથી વધુ મતો મળ્યા હતા. એના કરતાં વધુ મહત્ત્વની વાત એ છે કે આ વિજેતાને કોણે કયા કારણે મત ન આપ્યા. છેલ્લા સાત દાયકાથી પણ વધુ સમયથી ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી રહી હતી. ભારતની એક અબજ ત્રીસ લાખની વસતિમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, પારસી વગેરે લોકોની વસતિ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધાંને શંકાના વર્તુળમાં લાવી દીધા. સશક્તિકણના વાયદા સાથે મોદી સત્તા પર આવ્યા હતા. પરંતુ તેમના શાસક પક્ષ ભાજપે મુસલમાનોને અળગા કરી નાખ્યા.

અત્રે એ યાદ રહે કે લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે ટાઇમ સામયિકે નરેન્દ્ર મોદીને ડિવાઇડર ઇન ચીફ એટલે કે મુખ્ય વિભાજનવાદી ગણાવ્યા હતા. ટાઇમે આ વખતે 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદી તૈયાર કરતી વખતે એવો દાવો કર્યો હતો કે મોદીએ સૌથી જીવંત લોકશાહીને અંધારામાં ધકેલી દીધી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.