વધી રહ્યા છે કોરોના કેસ, બનાવી પડશે કેટલીય મેક-શિફ્ટ હોસ્પિટલ : કેન્દ્ર સરકાર

– કેન્દ્ર સરકારે સોંગદનામું રજૂ કરીને સુપ્રીમ કોર્ટમાં દેશમાં કોરોના સંક્રમણ વધવાની વાત સ્વીકારી

– દેશમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 2.17 લાખ સુધી પહોંચી

કેન્દ્ર સરકાર દ્વારા ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં કોરોના વાયરસના સંકટને લઇને સોંગદનામું દાખલ કરવામાં આવ્યું છે. કેન્દ્રે પોતાના સોંગદનામાં માન્યું છે કે દેશમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. એવામાં દેશમાં મોટી સંખ્યામાં મેક-શિફ્ટ હોસ્પિટલ્સની સ્થાપના કરવી પડશે.

કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલ સોંગદનામામાં કહેવામાં આવ્યું છે કે હવે દેશમાં ઝડપથી કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધી રહી છે. એવામાં નજીકના ભવિષ્યમાં હાલની હોસ્પિટલ ઉપરાંંત કોરોના દર્દીઓ માટે અસ્થાઇ મેક-શિફ્ટ હૉસ્પિટલનું નિર્માણ કરવું પડશે. જેથી તેમની સારવાર કરી શકાય.

કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે સંકટના સમયે દર્દીઓની સારવાર કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓની સાવચેતી રાખવાની જરૂર છે. સરકાર દ્વારા નિષ્ઠાપૂર્વક રક્ષણના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

છેલ્લા કેટલાય દિવસોમાં ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં તો દરરોજ 8 હજારથી વધારે કેસ સામે આવી ચુક્યા છે, જ્યારે ગુરુવારે 9 હજારથી વધારે કેસ નોંધાયા છે. ગુરુવાર સવાર સુધી દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 2.17 લાખ સુધી પહોંચી ગઇ છે, જ્યારે મૃતકોની સંખ્યા 6 હજારને પાર પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે આજે જ સુપ્રીમ કોર્ટમાં લોકડાઉન દરમિયાન મજૂરોના વેતનને લઇને સુનાવણી કરવામાં આવી છે. સરકાર દ્વારા કોર્ટમાં આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે તે કંપની અને મજૂરો વચ્ચેનો મુદ્દો છે, એવામાં સરકાર કોઇ દખલ દેવા માંગતી નથી. હવે આ મુદ્દે કોર્ટ દ્વારા 12 જૂને નિર્ણય જાહેર કર્યો છે

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.