ભારત અને અમેરિકા વચ્ચે વધતી જતી નિકટતા હવે દેખાઈ રહી છે. ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદમાં કદાચ પહેલી વખત અમેરિકાએ ખુલીને ભારતનુ સમર્થન કર્યુ છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના દક્ષિણ તેમજ પશ્ચિમ એશિયા વિભાગના પ્રમુખ એલિસ વેલ્સે કહ્યુ હતુ કે, ચીનના ઉશ્કેરણીજનક અને બીજા દેશોને હેરાન કરવાના વલણ સામે એક સરખો વિચાર રાખનારા અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને આશિયાન દેશો હવે એક સાથે છે.
તેમણે અફઘાનિસ્તાનમાં ભારતની ભૂમિકા અંગે કહ્યુ હતુ કે, હવે ભારતે નક્કી કરવાનુ છે કે, તે તાલિબાન સાથે પ્રતક્ષ્ય રીતે સંપર્કમાં આવવા માંગે છે કે નહી,ભારત માટે જરુરી છે કે, અફઘાનિસ્તાનની ભાવી સરકાર સાથે તેના સબંધો સારા હોય.
ભારત અને ચીન વચ્ચેના વિવાદ પર વેલ્સે કહ્યુ હતુ કે, સીમા પર તનાવની ઘટનાએ એ વાત યાદ દેવડાવે છે કે. ચીનના અતિક્રમણનો ખતરો વાસ્તવિક છે.એ પછી દક્ષિણ ચીન સમુદ્ર હોય કે ભારતીય સીમા, અમે સતત ચીન તરફથી થતી ઉશ્કેરણીજનક હરકતો જોઈ રહ્યા છે.તેનાથી એ પણ સવાલ ઉભો થાય છે કે, ચીન પોતાની વધતી જતી તાકાતનો ઉપયોગ કેવી રીતે કરવા માંગે છે.
તેમણે કહ્યુ હતુ કે, અમેરિકા એવી આંતરરાષ્ટ્રિય વ્યવસ્થા ઈચ્છે છે જેમાં તમામ દેશોને ફાયદો થાય અને માત્ર ચીનનુ જ વર્ચસ્વ ના હોય.મને લાગે છે કે, આ પ્રકારના સીમા વિવાદ ચીનના વધતા જતા ભય તર ફ ઈશારો કરી રહયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.