ગુજરાતમાં હાલમાં સુરતના વેવાઇ અને વેવણનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન છે. હાલમા તેઓ અલગ-અલગ સ્થળે પોલીસ સ્ટેશનમાં હાજર થઇ ગયા છે અને તેને લગતા સમાચાર પણ વાયુવેગે સોશિયલ મીડિયામાં ફેલાઇ રહ્યા છે તો કેટલાક યૂઝર્સ વેવણ-વેવાઇનું બ્રેકઅપ નામનો ઉપયોગ કરી હાસ્ય ફેલાવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વધુ એક વેવાણની કાળી કરતૂતની ઓડિયો ક્લિપે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. આ ઓડિયો ક્લિપના કારણે વરપક્ષના પિતા અને માતા પર ફિટકારની લાગણી પ્રસરી રહી છે. તો ત્યાં જ કન્યાના પિતાને લઇ લોકો ભાવુક થઇ રહ્યા છે.
ગુજરાતના વધુ વેવાણ ચર્ચામાં આવ્યા છે. આ વેવાણ દ્વારા દહેજની માંગણી કરતી ઓડિયો ક્લીપ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ કિસ્સો સમાજ માટે કલંકરૂપ પણ ગણી શકાય. વેવાઇ અને વેવણે પોતાની દહેજની માગણી ન સંતોષાતા સગાઈ પણ તોડી નાંખી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આ લોભી વેવાણે લગ્ન પહેલા જ અનેક વસ્તુઓની માંગણી કરી હતી પરંતુ તેની માંગ ન સ્વીકારાતા તેણે સગાઇ જ તોડી નાંખી હતી. વસ્તુઓની સાથે રોકડા રૂપિયાની માંગ પણ લોભી વેવાણ દ્વારા કરવામાં આવી હતી. ત્યાં જ આ ઓડિયો ક્લિપ જામનગરની હોવાની ચર્ચા થઇ રહી છે.
જોકે આ લોભી વેવાણ વિશે સંપૂર્ણ જાણકારી સામે આવી નથી. પરંતુ સૂત્રો એવું જણાવી રહ્યા છે કે, દહેજની માંગણી કરનાર વેવાણના પતિ પોલીસ વિભાગમાં પીએસઆઇ છે. અહિં એ સમજવું મહત્વું છે કે, પોલીસ દ્વારા જ દહેજ જેવા કૂરિવાજને ડામવા માટે પ્રચાર પ્રસાર કરવામા આવે છે તો શું આ પીએસઆઇની પત્નીને દહેજ માંગવું એ ગુનો છે તેની જાણકારી નહી હોય કે પછી તેને કાયદાનો કોઇ ડર નહી હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.