નાણામંત્રી નિર્મલા સીતારમને શનિવારના રોજ બજેટ રજૂ કર્યું હતું અને તેમાં બધા ટેક્સ સ્લેબની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા. નિર્મલા સીતારમને બધાને ખુશ પણ કરી દીધા હતા. કારણ કે 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને હવે ટેક્સ નહીં ભરવો પડે તેવી જાહેરાત થઇ હતી અને આ નિર્ણયથી લોકો ખૂબ ખુશ પણ થયા હતા. પરંતુ હવે તેમાં નવી વાત સામે આવી છે.
સરકારે ટેક્સ સ્લેબમાં બદલાવ તો કર્યો છે, પરંતુ સાથે શરતો પણ રાખી છે, જેના હિસાબે જ લોકોને આ નવા ટેક્સ સ્લેબનો લાભ મળી શકશે. નવા ટેક્સ સ્લેબનો ફાયદો મેળવવો હોય તો ઘણી સુવિધા પર મળતી છૂટનો ત્યાગ કરવો પડશે.
નાણામંત્રીએ જાહેરાત કરી છે કે, જે નવો સ્લેબ લાગુ થશે તે વૈકલ્પિક હશે. જો કોઇ ટેક્સ પેયરને આ સુવિધાનો લાભ લેવો હોય તો તેમને છૂટનો ત્યાગ કરવો પડશે, જે અત્યારસુધી મળતી આવી છે. એટલે કે તમે પહેલા વીમો, ઇન્વેસ્ટમેન્ટ, ઘરનું ભાડું, બાળકોની સ્કૂલ ફી જેવી કુલ 70 મુદ્દા પર જે છૂટ મળતી હતી, તેનો ત્યાગ કરવો પડશે. પહેલા ટેક્સ ભરતી વખતે આ તમામ વસ્તુઓની જાણકારી આપવા પર ટેક્સમાં છૂટ મળતી હતી
એટલે કે નવી ટેક્સ વ્યવસ્થા અંતર્ગત કોઇ ડિડક્શન સામેલ નહીં હોય, જે ડિડક્શન લેવા માગતા હોય તે જૂના ટેક્સ દરો મુજબ ટેક્સ આપી શકશે. એટલે કે ટેક્સ પેયર્સ માટે વૈકલ્પિક વ્યવસ્થા છે, જે સ્કૂલ ફી, ઘરનું ભાડું જેવા 70 મુદ્દાઓ પર છૂટ લેવા માગતા હોય તે જૂના ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ આપી શકશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.