વધુ પ્રમાણમાં મીઠું ખાવાથી હાઇપરટેન્શન-કિડનીને નુકશાન થઇ શકે છે

 વધારે મીઠું નુકશાનદાયી સાબિત થઇ શકે છે. આ હાઇ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. એટલા માટે હાઇપરટેન્શનના દર્દીઓએ સાવધાની સાથે તેનો ઉપયોગ કરવો જોઇએ. આટલું જ નહીં. મીઠું કિડની સાથે સંકળાયેલ કેટલાય પ્રકારના રોગોનું પણ કારણ બની શકે છે. કેટલાક અભ્યાસ અનુસાર, મીઠાથી ઇમ્યૂન સિસ્ટમ પણ ખરાબ થાય છે.

જો તમે પણ ભોજનમાં વધારે મીઠાનો ઉપયોગ કરવાનું પસંદ કરો છો અથવા વધારે નમકીન ખાઓ છો તો સ્વાસ્થ્યનું વધારે ધ્યાન રાખવું પડશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ ભોજનમાં મીઠાનાં પ્રમાણને કંટ્રોલ કરવામાં કેટલાક સારા ઉપાય જણાવવામાં આવ્યા છે. હાઇ બ્લડ પ્રેશર અથવા કિડનીના બીમારીથી બચવા માટે આ ખૂબ જ અસરકારક હોઇ શકે છે.

ભોજનમાં મીઠાનો વધારે ઉપયોગ કરવાની જગ્યાએ સીઝનમાં મળતાં બીજા વિકલ્પ શોધો. તમે મીઠાની જગ્યાએ લેમન પાઉડર, આમચૂર પાઉડર, અજમો, બ્લેક પેપર, ઑરેગાનોના પાંદડાંનો ઉપયોગ કરી શકો છો.

FSSAIએ પોતાની ટ્વીટમાં લખ્યું, ‘ભોજન બનાવતી વખતે વચ્ચે મીઠું નાંખવાની જગ્યાએ, છેલ્લે મીઠું નાંખો. આ રીતે તમે રસોઇ કરતી વખતે ઓછા મીઠાનો ઉપયોગ કરશો.’

મોટાભાગે લોકો લંચ-ડિનરમાં જમવાની સાથે પાપડ, અથાણું, સોસ, ચટણી અથવા નમકીન ખાવાનું ક્યારેય નથી ભૂલતાં. આ વસ્તુઓમાં મીઠાનું પ્રમાણ વધારે હોય છે. આ સ્વાદ તો વધારી આપે છે પરંતુ બ્લડ પ્રેશર માટે જોખમી છે. એટલા માટે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરો.

કેટલાક લોકો શાકભાજીઓ ઉપરાંત પણ ખાવાની કેટલીય વસ્તુઓમાં મીઠું નાંખતા હોય છે. ચોખા, ઢોંસા, રોટલી, પૂરી અથવા સલાડને મીઠું નાંખ્યા વગર પણ ખાઇ શકાય છે. આ વસ્તુઓમાં મીઠું નાંખવાથી તેની નેચરલ મિઠાસ ઓછી થઇ જાય છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.