વડોદરામાં બંધ કેમિકલની ફેક્ટરીમાં ભીષણ આગ, કેમિકલની દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ

શહેરમાં આગની ઘટનાઓ કૂદનેને ભૂસકે વધી રહી છે. ત્યારે આજે દેવદિવાળીના દિવસે વડોદરાની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાની બંધ કેમિકલની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. બંધ કેમિકલની ફેક્ટરીમાં આગની જ્વાઓ બહાર નીકળતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે.

આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર, આજે સવારે 6.30 વાગે વડોદરામાં નવાયાર્ડમાં ઘણા સમયથી બંધ પડેલી બરોડા નેશનલ કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આખી ફેક્ટરીને આગની જ્વાળાઓએ લપેટી લીધી હતી. દૂરદૂરથી જોતા કેમિકલ ફેક્ટરીમાંથી કાળાદિબાગ ધુમાડો આકાશમાં પ્રસરી રહ્યો હતો. આ ઘટનાને કારણે આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયરને જાણ થતાં ફાયર ટીમ ક્ષણોમાં 5 ગાડીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.