વડોદરામાં ડેન્ગ્યૂનો કહેર: એક સપ્તાહમાં પાંચ લોકોનો ભોગ લીધો

વડોદરા : શહેરમાં (Vadodara) ડેન્ગ્યુનો (Dengue) કહેર વધી રહ્યો છે. શહેરનાં કારેલીબાગ વિસ્તારમાં રહેતા 33 વર્ષનાં દીપેશ શાહનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. એક સપ્તાહમાં પાંચ વ્યક્તિના ડેન્ગ્યૂનાં કારણે મોત નીપજ્યા છે. જેના કારણે શહેરીજનોમાં તંત્ર સામે રોષ ભભૂક્યો છે.

તરસાલીમાં રહેતા 39 વર્ષનાં મહિલાનું ડેન્ગ્યૂનાં કારણે સોમવારે મોત નીપજ્યું છે. આ મહિલાને ડેન્ગ્યૂ થતા તેમના પ્લેટલેટ્સની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો હતો. આ ઉપરાંત તરસાલી વિસ્તારમાં રહેતા 24 વર્ષનાં યુવાનનું પણ ડેન્ગ્યૂની સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે. તરસાલી વિસ્તારમાં 24 કલાકમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે. જેના કારણે લોકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.