વડોદરા હિંસા: ‘કાન ખોલીને સાંભળી લો..એક પણ દોષીત બચી શકશે નહીં’, ટોળામાંથી 37 જણાની ઓળખ

હાથીખાનામાં થયેલાં તોફાનોના સંદર્ભમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતનું ઈન્વેસ્ટિગેશનનું સ્ટેન્ડ ક્લિયર છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે, કોઈ નિર્દોષને ખોટી રીતે પકડીશું નહીં, અને એક પણ દોષીત બચી સકશે નહીં, પોલીસ ઉપર પથ્થરમારો કરનારા તમામ હુમલાખોરો વિડિયો કેમેરામાં કેદ થઈ ચુકયાં છે. એક પણ આરોપી હાથીખાના ફતેપુરા વિસ્તારમાંથી છટકી ના જાય તે માટે હાખીખાના ફતેપુરા વિસ્તારના એન્ટ્રી એક્સીટ પોઈન્ટ પર વિડિયોગ્રાફ સાથે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આરોપીઓને આશ્રય આપનાર અથવા મદદગારી કરનારાને પકડીને લોકઅપમાં ફીટ કરી દેવા જણાવ્યું છે.તેમણે એવી પણ ચેતાવણી આપી છે કે, સોશ્યલ મિડિયા ઉપર જો કોઈ ખોટો મેસેજ વાયરલ કર્યો તો સીધી એફ.આઈ.આર. દાખલ કરવાના આદેશો આપી દેવામાં આવ્યાં છે.

હાથીખાનાના તોફાન હજુ સંપૂર્ણપણે અંકુશમાં આવ્યા નહતાં. ચારે બાજુ પોલીસ ફોર્સ દોડી રહી હતી તે વખતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત પણ એક સૈનીકની જેમ હેલ્મેટ- સહીતના રાયટ સ્યુટથી સજ્જ થઈને સ્થળ પર મોજુદ હતાં. મિડિયા સાથેની વાતચીતમાં તેમણે કહયું હતુ કે, જયારે નામાજ પતી ગઈ ત્યારે પોલીસ પેટ્રોલિંગમાં હતી. મસ્જિદ બહાર ઉભેલી પોલીસ વેનમાં વિડિયો કેમેરા હતાં. મસ્જિદમાંથી નીકળેલાં ટોળાને થયું કે પોલીસે વિડિયોગ્રાફી શરુ કરી છે બે ત્રણ છોકરાઓએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો જેમાં બીજા લોકો પણ જોડાઈ ગયાં, આ વિસ્તારના જેટલાં ન્યુસન્સ છે તેમને છોડાશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.