સિટી પલ્સ મલ્ટિપ્લેક્ષના માલિક અને જમીન લે-વેચનું કામ કરતા અર્પિત મહેતા પાસેથી રૂ.૧૦ કરોડની ખંડણી વસૂલવાના મામલે વડોદરાની જેલમાંથી ગોવા રબારી સહિત ચાર આરોપીને પુરાવાના અભાવે એડિશનલ સેશન્સ જજ બી.જે.ગણત્રાએ નિર્દોષ છોડી મૂક્યા છે. કોર્ટે નોધ્યું છે કે, તપાસનીશ એજન્સીની તપાસ સંબંધે થોડીક અનિયમિતતાઓ રેકર્ડ ઉપર આવી છે. આ કેસમાં ફરિયાદી સહિત મહત્ત્વના નજરે જોનાર સાક્ષીઓ કેસને સમર્થન આપ્યં નથી.
વિશ્રામભાઈ ગામીને સિટી પલ્સ મલ્ટિપ્લેક્ષના માલિક અને જમીન લે-વેચનું કામ કરતા અર્પિત મહેતા પાસેથી જમીનના રૂ.૧૦ કરોડ લેવાની નીકળતા હતા.જે નાણાં નહીં આપતા વિશ્રામભાઈએ કામ દીપક શાહ સોંપ્યું હતું. દીપક શાહે રાજુ ઉર્ફે રાજુ અણદેજ મારફતે રૂ.૧૦ કરોડની ઉઘરાણીનું કામ વડોદરા જેલમાં જઈને ગોવા રબારીને ૩૫ ટકામાં સોપ્યું હતું.પછી વાડજમાં આવેલ કરુણા સોસાયટી પાસે અર્પિત મહેતા ગત તા. ૮-૩-૨૦૧૬ના રોજ તેની ઈકો સ્પોટ ગાડીમાં નીકળતા મહંમદ શોએબ અને ભાવેશ રબારી મોટર સાઈકલ ઉપર જઈને બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.
આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધીને તપાસ કરીને રાજુ ઉર્ફે રાજુ અણદેજ બળદેવ રબારી, ભાવિન ઉર્ફે ભાવેશ કામાભાઈ રબારી, મોહંમદ શોયેબ પાટણ મોહંમદ શરીફ પાટણ અને ગોવા ઉર્ફે દશરથભાઈ નાગજીભાઈ રબારીની ધરપકડ કરીને કોર્ટમાં કેસ મૂકયો હતો. જે કેસ ચાલતા ફરિયાદી અર્પિત મહેતાએ કોર્ટને જણાવ્યું કે, બનાવ અંગે કશું જાણતો નથી. બનાવ તેમની સાથે બન્યો નથી. ધડાકો થયાનું સિકયુરિટીએ કહેતા પોલીસને જાણ કરી હતી. ફરિયાદીની પત્ની રાજલ અર્પિત મહેતા સહિત નવ જણા કોર્ટમાં હોસ્ટાઈલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.