વડોદરાના નવાપુરા વિસ્તારમા રહેતો પરમાર પરીવાર 1લી માર્ચ રવિવારના દિવસે કેવાડીયા ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા ગયો હતો. એ બાદ ચાર દિવસથી આખો પરિવાર ગુમ થતા પરિવારજનો ચિંતાતુર બન્યા છે. વડોદરાના નવાપુરા વિસ્તારના એસઆરપી ગ્રાઉન્ડ પાસે રહેતા કલ્પેશ પરમાર પોતાની પત્ની તૃપ્તિ પરમાર, માતા ઉષા પરમાર અને પોતાનો એક 9 વર્ષનો છોકરો અને 7 વર્ષની છોકરી સાથે પોતાની કારમાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નીહાળવા ગત તારીખ 1 માર્ચ ના રોજ ગયા હતા. સાંજે પોતાના ફેસબુક ઉપર સ્ટેટચ્યું ઓફ યુનિટીના ફોટા અપલોર કર્યા બાદ તેઓ વડોદરા જવા પરત નીકળ્યા હતા. ઘણો સમય વીતી જવા છતાં તેઓ પોતાના ઘરે ન આવતા એમના અન્ય પરિવારજનો એમની શોધખોળ શરૂ કરી હતી.
પરિવારનો આક્રંદ
ગુમ પરિવારના પરિવારજનોએ ભારે આક્રંદ કરતા કહ્યું કે, આટલા દિવસથી તેઓ ક્યાં હશે, નાના બાળકો શું ખાતા હશે. હાલ રાત્રે ઠંડી પડી રહી છે તો તેમને શું થતુ હશે. હાલ એ લોકો ક્યાંય રઝળતા હશે. કોઈ પ્લીઝ અમારો પરિવાર ગમે તે રીતે અમને શોધી આપે…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.