સમગ્ર ગુજરાતમાં ચકચાર મચાવનાર વડોદરાના નવલખી ગેંગરેપ કેસના બે આરોપીઓને વડોદરામાંથી ઝડપી લેવાયા હોવાની જાણકારી મળી છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા અને રોડ પર ફૂગ્ગા વેચવાનો વ્યવસાય કરનારા બે વ્યક્તિઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી.બંને વ્યક્તિઓની પીડિતા પાસે ઓળખ પણ કરાવવામાં આવી છે.આ બે વ્યક્તિઓ પાસેથી પીડિતાના મંગેતરના ટુ વ્હીલરની ચાવી પણ મળી હોવાનુ મનાઈ રહ્યુ છે
છેલ્લા દસ દિવસથી વડોદરા સહિત અન્ય શહેરોની પોલીસ આ રેપકાંડના આરોપીઓને પકડવા માટે દોડધામ કરી રહી હતી.આ કેસના આરોપીઓ ગઈકાલે રાજસ્થાનથી પકડાયા હોવાની અફવા પણ ઉડી હતી.
જોકે હવે જાણવા મળ્યુ છે કે, અમદાવાદ પોલીસે આ આરોપીઓને દબોચી લીધા છે.અમદાવાદ પોલીસ આ અંગે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ જાણકારી આપશે.
આ મેટર વડોદરાથી આવે અન તેમાં કોઈ વધારે વિગતો હોય તો ઉમેરી દેજો …આ તો મને ખબર પડી એટલે લખી નાંખ્યુ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.