વડોદરામાં ઓનલાઈન એસ્કોર્ટ સર્વિસનાં ઓઠા હેઠળ દેહ વ્યાપાર કરાવતા હોવાની બાતમી વડોદરા પોલીસને મળતા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈ પ્રોફાઇલ લલનાઓ સપ્લાય કરવામાં આવતી હોવાનો ચોકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. વડોદરા એસઓજીને મળેલી બાતમીને આધારે નકલી ગ્રાહકો મોકલીને હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ નો પરર્દાફાશ કરવામાં આવ્યો છે.
એસોજીને બાતમી મળી હતી કે વેબ સાઇટ થકી ગ્રાહકો સાથે સંપર્ક કરીને તેમની જરૂરિયાત મુજબ લલનાઓ ને પુરી પાડવામાં આવી રહી છે. બતમીના આધારે વડોદરા એસઓજીએ નકલી હાઈ પ્રોફાઈલ ગ્રાહકો ઊભા કરીને વેબ સાઇટ મારફતે કોલ ગર્લ બોલાવવા માટે બે અલગ અલગ ઠેકાણે સંપર્ક કરીને હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ કૌભાંડ ઝડપી પાડયું છે.
સેક્સ રેકેટ ચલાવતા આરોપીઓ ગ્રાહકો પાસેથી એક રાત્રીના 15,000 જેટલા રૂપિયા લેતા હોવાની જાણકારી પકડાયેલ આરોપીઓ પાસેથી જણવા મળી છે. દરોડા દરમિયાન દેહ વ્યાપારના વ્યવસાય સાથે સંકળાયેલી અલગ રાજ્યોની 5 યુવતીઓ પણ ઝડપાઇ હતી.હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટના તાર અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ત્રણ દલાલોની પૂછપરછમાં છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલતા આ હાઇ પ્રોફાઈલ સેક્સ રેકેટના તાર રાજયના બીજા શહેરોમાં જોડાયેલ છે કે કેમ તે અંગે પણ એસઓજી એ તપાસ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.