વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારીએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હોવાનો વીડિયો વાઇરલ

સાધુઓની પાપલીલા ને  કારણે વારંવાર વિવાદનું કેન્દ્ર બનેલું વડતાલ સ્વામિનારાયણ મંદિર

સ્વામીનારાયણ સંપ્રદાયના મુખ્ય ધર્મસ્થાન વડતાલ મંદિરના વયોવૃદ્ધ પૂર્વ કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય સંતે સૃષ્ટિવિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હોવાનો 45 મીનીટનો લાંબો વિડિયો આજે વાયરલ કર્યો છે. જેથી સંપ્રદાયમાં ભૂકંપ સર્જાયો છે. કંડારી ગુરુકુળની યુટયુબ ચેનલમાં અપલોડ થયેલો આ વિડિયો અને તેની લીંક લાખો હરિભક્તોમાં ગણતરીના કલાકોમાં વાયરલ થઇ છે. ગતિ મહિને આ સ્વામીની 32 પાનની ફરિયાદને આધારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હરિભક્તોએ આપેલી અરજી કોઇપણ તપાસ વગર પેન્ડીંગ રહી છે ત્યારે આ વિડિયો વાયરલ થતા આખા કેસમાં નવો વળાંક આવ્યો છે.

બનાવની વિગતો એવી છે કે વડતાલ મંદિરના પૂર્વ મુખ્ય કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય વેદાંતવલ્લભસ્વામીએ છેલ્લાં સાત વર્ષથી દુષ્કર્મ આચરતા હોવાના આક્ષેપો કર્યા છે. આ સ્વામી ઉપર ઘનશ્યામશાસ્ત્રી બળજબરીપૂર્વક અગણિતવાર સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરતા હતા. તે માટે વેદાંતવલ્લભે ગત્ મહિનાના અંત ભાગે સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમસ્વામી, સંપ્રદાયના આચાર્ય રાકેશપ્રસાદ તથા અગ્રણી સંતોને સંબોધીને 32પાનનો એક વિવાદાસ્પદ પત્ર લખ્યો હતો. જેમાં 2013ના નવેમ્બરથી સિલસિલાબંધ રીતે વિવિધ સ્થળોએ વેદાંતવલ્લભનું સેક્સ શોસન કરવામાં આવ્યું હોવાની અરેરાટી ઉપજે તેવી ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું હતું.

આ પત્રને આધારે વડતાલ નજીકના સંજાયા ગામના રાકેશ પટેલ નામના એક હરિભક્તે ચકલાસી પોલીસ મથકમાં અરજી આપીને ઘનશ્યામશાસ્ત્રી તથા તેમના મળતીયા અન્ય સંતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરતી પોલીસ અરજી આપી હતી. પરંતુ એ સમયે પોલીસ તથા વડતાલ સંપ્રદાયના અધિકારી સંતોએ એમ કહીને આખી વાત દબાવી દીધી હતી કે જ્યાં સુધી ફરિયાદી પોતે આવીને આવી ફરિયાદ ન આપે ત્યાં સુધી કોઇ કાર્યવાહી થઇ શકે નહીં. પરંતુ છેલ્લાં ત્રીસ દિવસથી ભૂગર્ભમાં રહેલા આ વેદાંતવલ્લભસ્વામીએ 32 પાનના પત્રમાં કરેલી વિવાદાસ્પદ સેક્સકાંડની વિગતોને યથાતથ્ રીતે રજૂ કરતો 45 મિનિટનો એક વિડિયો આજે વાયરલ કર્યો છે. જો કે આ વિડિયો ક્યારે અને ક્યાં બનાવવામાં આવ્યો છે તેનો કોઇ અણસાર મળતો નથી. અને સ્વામી હજુ  પણ ભુગર્ભ-અજ્ઞાતવાસમાં જ છે. આથી આ બાબતનું રહસ્ય વધુને વધુ ઘૂંટાતું જાય છે.

વેદાંત વલ્લભનો વાયરલ વિડિયો તાજેતરનો જ છે કે અગાઉનો તે નક્કી થઇ શક્તું નથી. વળી આ વિડિયો વડતાલ મંદિરમાં જ બનાવવામાં આવ્યો છે કે અન્ય કોઇ સ્થળે તે પણ કડી શકાતું નથી.પરંતુ 45 મિનિટ સુધી વિડિયોમાં વેદાંતવલ્લભે ખૂબ દબાતા અને ધીમા અવાજે પોતાની ઉપર થયેલા સેક્સ દુષ્કર્મની એ જ વિગતો કહી છે, જે તેમને 30 દિવસ અગાઉ પોતાના 32 પાનના કાગળમાં કહી હતી.

આ વિડિયો કંડારી ગામે આવેલા ગુરુકુળની યુટયુબ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. આ ગુરુકુળના માલિક અને સર્વેસર્વા ઘનશ્યામશાસ્ત્રી જ છે. જો કે આ ચેનલ માત્ર 64 વ્યક્તિઓએ જ સબ્સ્ક્રાઇબ કરી છે. પરંતુ આ યુટયુબ ચેનલમાંથી જ તેની લીંક અને વિડિયો દેશપરદેશમાં ગણતરીના કલાકોમાં વાયરલ થઇ ગયા છે.

શિષ્યએ વીડિયોમાં કરેલા ગંભીર આક્ષેપો

– શોષણની શરુઆત ઘનશ્યામશાસ્ત્રીએ જૂન 2013થી કરી છે.
– સો થી સવાસો વખત ઘનશ્યામશાસ્ત્રીએ મારા ગુપ્તાંગો સાથે છેડછાડ કરી છે.
– કંડારી,નાવલી,કુંડળ,ધાંગધ્રા, સુરત, જેતપુર, ભૂજ,જૂનાગઢ, ઋષિકેશ, હરદ્વાર, માનસરોવર, લોયા,વડતાલ જેવા પવિત્ર યાત્રાધામોમાં દુષ્કર્મ આચર્યું છે.
– પ્રબોધિની એકાદશી, તહેવારો, અમાસ,પૂનમ અને ઉત્સવોની રાત્રે પણ મારું શોષણ થયું છે.
– સુરતના ગલુટી વિસ્તારમાં આવેલા એક તાંત્રિક સાધુ જોડે મેલીવિદ્યા કરીને ઘનશ્યામ શાસ્ત્રીએ અનેકો જોડે સેક્સ કાંડો કર્યા છે.
– ઘનશ્યામશાસ્ત્રીના આ સેક્સકાંડમાં તેમના 9 જેટલા જુદા જુદા શિષ્યો જેવા કે દર્શનવલ્લભ, રણછોડભગત, નિષ્કામવલ્લભ, વિજ્ઞાનવલ્લભ, રસિકવલ્લભ, વિવેકવલ્લભ વગેરે સામેલ છે.
– ઘનશ્યામશાસ્ત્રીના જીભમાં ભગવાન છે, પણ જીવમાં વિષયવાસના છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.