જવાહર રોડ સ્થિત સ્વામી નારાયણ મંદિરમાં ગત વર્ષે યોજાયેલી 7 બેઠકોની ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગની ચારેય બેઠકો પર આચાર્ય પક્ષના નંદલાલભાઇ દલસુખભાઇ બામટા, જાદવભાઇ જેરામભાઇ ચાવડા, રતિભાઇ ભનુભાઇ ભાલોડિયા અને મગનભાઇ મનજીભાઇ સભાયા ચૂંટાયા હતા. તેમની સામેના દેવપક્ષના ઉમેદવારોને ઓછા મત મળ્યા હતા.
મુખ્ય ઓફિસ, કોઠાર અને ભંડાર સીલ : SP સહિતનો પોલીસ કાફલો દોડી ગયો આથી આચાર્યપક્ષ બહુમતીમાં આવી ગયો હતો. અને આચાર્ય પક્ષને ચેરમેનપદ મળ્યું હતું. આચાર્યપક્ષે સંપ્રદાયના વર્તમાન વડતાલગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીનું આધિપત્ય સ્વીકાર્યું નહોતું. આથી તેઓ સામે દેવ પક્ષે ચેરિટી કમિશ્નરમાં અરજી કરી તેઓને ગેરલાયક ઠરાવવા માંગણી કરી હતી. જેનો ચૂકાદો મદદનીશ ચેરિટી કમિશ્નરે દેવપક્ષની તરફેણમાં આપ્યો હતો. આજે દેવપક્ષના સભ્યો ચાર્જ લેવા માટે મંદિરે ગયા હતા. આથી નંદલાલભાઇ, જાદવભાઇ, રતિભાઇ અને મગનભાઇ ટ્રસ્ટીની ચેમ્બરમાં પૂરાઇ અંદરથી લોક કરી દીધું હતું. છેવટે એસપી સૌરભસિંઘ મંદિરે આવ્યા હતા. અને અંદરથી ચેમ્બર ખોલાવી હતી. અને વિધીવત રીતે ચેરમેન પદનો ચાર્જ સંત વિભાગના ટ્રસ્ટી દેવનંદનસ્વામીને સોંપ્યો હતો. આ સાથેજ પોલીસની હાજરીમાં કોઠાર, ટ્રસ્ટીની ઓફિસ, ભંડાર, કોઠાર, વગેરે સીલ કરી દેવાયા હતા.
દેવપક્ષે કબજો સંભાળી સીલ માર્યા દેવપક્ષે બોર્ડનો કબજો સંભાળ્યો હતો તેમજ ઓફિસ, કોઠાર સીલ કર્યા હતા.
ફરી ચૂંટણી નહીં થાય આચાર્ય પક્ષનાં ચારેય ટ્રસ્ટીઓને ગેરલાયક ઠરાવાયા બાદ દેવ પક્ષમાંથી તેઓ સામે ઉભેલા આપોઆપ ટ્રસ્ટી બનશે. આમ ફરી ચૂંટણી નહીં થાય. જોકે, વધુ ફોર્મ ભરાયા હોવાથી કોને ટ્રસ્ટી બનાવાશે એ હવે પછી નક્કી થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.