વડતાલમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં કાર્તિક સમૈયો યોજાયો

સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ ખાતે આજથી શરુ થયેલ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે આજે કાર્તિકી સમૈયો યોજાયો હતો. જેમાં રાજ્યપાલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વચનામૃત ગ્રંથના અંગ્રેજી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યું હતું. લાખો હરિભક્તોની મેદની વચ્ચે રાજ્યપાલે દર્શન અર્ચન અને ગૌમાતાનું પૂજન કર્યુ ંહતું.

સ્વામીનારાયણ સંપ્રદાય ભારતીય સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે. આ સંપ્રદાય દ્વારા માનવમાત્રના કલ્યાણ માટે આધ્યાત્મિક માર્ગ પર સેવાકાર્યો થઇ રહ્યા છે. અને આજે વિમોચિત થયેલ વચનામૃત ગ્રંથ સરળ ભાષામાં જનજન સુધી પહોંચાડવાનો શ્રેષ્ઠ પ્રયાસ છે’ આ શબ્દો હતા આજે વડતાલ ખાતે યોજાઇ રહેલા શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે યોજાયેલ કાર્તિકી સમૈયામાં ઉપસ્થિત રહેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના. 

આ પ્રસંગે રાજ્યપાલના હસ્તે જ્ઞાાનબાગના માધ્યમથી ‘વચનામૃત’ ગ્રંથના અંગ્રેજી સંસ્કરણનું વિમોચન કરવામાં આવ્યુ ંહતું. રાજ્યપાલે વડતાલધામ ખાતે સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવપૂર્વક શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન અર્ચન કરી ગૌશાળા ખાતે ગૌ માતાનું પૂજન કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.