ઉધોગપતિ લક્ષ્મી મિત્તલે ગુજરાત સરકાર પાસે જમીન માંગી છે. સુરત જિલ્લામાં અલગ અલગ હેતુથી જમીનની માંગણી કરી છે કહેવાય છે કે આ અંગે તેઓ Pm મોદી અને CM રૂપાણી સાથે મીટીંગ કરી ચુક્યા છે પણ તેનું હજુ સુધી તો કોઈ નક્કર પરિણામ નથી આવ્યુ.
સરકારી 11,88,389 ચો.મી જમીનની માગણી કરી હતી પણ સરકારે છેલ્લા 2 વર્ષથી કોઈ જમીન ફાળવી નથી.
જ્યારે હજીરા ગ્રામ પંચાયત હસ્તકની 44,819 ચો. મી જમીનની માંગી હતી અને નિયામક બંદર વિભાગ હસ્તકની 6,51,737 ચો.મી જમીન માગણી કરવામાં આવી હતી.
લક્ષ્મી મિતલે દેશના PM મોદી, CM વિજય રૂપાણી અને DyCM નીતિન પટેલ સાથે અમદાવાદ એરપોર્ટ પર મુલાકાત કરી છે. સૌ કોઇ તર્ક લગાવી રહ્યું હતુ કે આ મિટીંગ પાછળનું કારણ શુ હશે . આ બેઠક અંગે સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતુ કે મિતલ ગૃપ આગામી સમયમાં ગુજરાતમાં 50 હજાર કરોડનું રોકાણ કરશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.