અંબાજી (AMBAJI) જતા ભક્તોની ગાડીને ફરી એકવાર અકસ્માત (ACCIDENT ) સર્જાયો છે. આમ તો ગુજરાતમાં (GUJARAT) અકસ્માતની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. અંબાજી નજીક શીતળા માતા (SITALA MATA TEMPAL)ના મંદિર પાસે ની ખાટી માં વહેલી સવારે એક જીપ ૩૦ ફુટ ઉંડી ખીણમાં (DEEP VALLEY) ખાબકી હતી.
જેમાં ૬ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે. જેમાંથી બે ગંભીર રીતે ઘાયલ થયા છે. શક્તિપીઠ અંબાજી બારેમાસ તો થી ભરપૂર રહે છે. અંબાજી જતા માર્ગ પર અનેકવાર અકસ્માતો સર્જાયા હતા હોય છે. તેમાં પણ ધાટી વિસ્તાર હોવાથી અકસ્માતનું પ્રમાણ વધી જતું હોય છે.
ત્યારે બુધવારે રાત્રે એક તૂફાન જીપના ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. શીતળા માતાની ધાટીમાંથી પસાર થતાં સમયે જીપને અકસ્માત થયો હતો. જીપમાં સવાર ભક્તો સુંધા માતા તરફ જઈ રહ્યા હતા.ત્યારે અકસ્માત થયો હતો.
આ અકસ્માત એટલો ગંભીર હતો કે જીપ આખી ઊંધી થઈ ગઈ હતી. જીપમાં સવાર તમામ ૬ લોકો ઘાયલ થયા છે. જેમાં ૨ લોકો ગંભીર રીતે ધાયલ થયા છે. અંબાજી અને દાંતાની બે ૧૦૮ દ્નારા ધાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ભક્તો હાલોલનાં રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.