વેન્ટિલેટર પર રહેલી યુવતી પર રેપનો આક્ષેપ, હરિયાણાના ગુરુગ્રામની ફોર્ટિસ હૉસ્પિટલનો કિસ્સો

હરિયાણાના ગુરુગ્રામ વિસ્તારમાં આવેલી ફોર્ટિસ હૉસ્પિટલના આઇસીયુ વિભાગમાં વેન્ટિલેટર પર રહેલી એક યુવતીએ પોતાના પર રેપ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ યુવતીના પિતાએ ગુરુગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

આ યુવતીએ પોલીસને તપાસમાં જરૂરી તમામ સહકાર આપવાની તૈયારી દાખવી હતી. પોલીસ તપાસ ચાલુ હતી.  આ યુવતીએ એવો દાવો કર્યો હતો કે એ અર્ધબેહોશ અવસ્થામાં હતી ત્યારે વિકાસ નામના યુવાને એના પર રેપ કર્યો હતો. પોલીસે સીસીટીવીના ફૂટેજ કબજે કર્યા હતા અને એના આધારે વિકાસની તપાસ શરૂ કરી હતી. 21 વર્ષની આ યુવતીને શ્વાસની તકલીફ થતાં 21મી એાક્ટોબરે હૉસ્પિટલમાં દાખલ કરાઇ હતી. એની તબિયત વધુ બગડતાં એને 22મીએ વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. છ દિવસ પછી આ યુવતી પૂરેપૂરી ભાનમાં આવી ત્યારે એણે પોતાના પિતાને પોતાની સાથે થયેલા દુષ્કર્મની જાણ કરી હતી. એનો અર્થ એ હતો કે 22થી 27 ઓક્ટોબર વચ્ચે એના પર રેપ થયો હતો.

જો કે યુવતી પ્રત્યક્ષ રીતે હજુ પોલીસને  નિવેદન આપવાની સ્થિતિમાં નહોતી. ફરિયાદ એના પિતાએ લખાવી હતી. હૉસ્પિટલના સંચાલકોએ આ ફરિયાદની ઘટનાને સમર્થન આપ્યું હતું અને દાવો કર્યો હતો કે અમે પોલીસ તપાસમાં જરૂરી સહકાર આપવા તૈયાર છીએ. આ પ્રકારની ઘટના અમે નહીં ચલાવી લઇએ. આ તો હૉસ્પિટલની પ્રતિષ્ઠાનો પ્રશ્ન હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.