સુરતમાં દિવસેને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે શહેરના વેસુ વિસ્તારની કોલેજીયન યુવતીને કપલ બોક્ષમાં બોલાવીને મિત્રએ દુષ્કર્મ આચર્યું હતું.અને જે દરમિયાન મિત્રએ યુવતીના ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ અવારનવાર યુવતીને બ્લેકમેલ કરતો હતો..
આખરે કંટાળીને યુવતીએ કોલેજ મિત્ર સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી. જેથી ગુસ્સે ભરાઈને યુવકે યુવતીને ફોટાવાયરલ કરવાની ધમકી આપી હતી જેને પગલે યુવતીએ કંટાળીને પરિવારને સમગ્ર ધટના જણાવી હતી અને આથી પરિવારે પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવતીની મદદ લઇ છટકું ગોઠવી નરાધમ કોલેજ મિત્રની ધરપકડ કરી શહેરમાં ચાલતા કપલ બોક્ષ પર કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.