સુરતના સૌથી વધારે ચર્ચામાં આવેલા વેવાઈ-વેવાણ ગઇકાલે ફરી એકવાર ફરાર થઈ ગયા હતા. ત્યારે એવી પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે કે વેવાઈ તેમની પુત્રીના મેરેજ પૂરા કરાવવા માટે જ પરત ફર્યા હતા.
જાણવા મળ્યું છે કે, 13 ફેબ્રુઆરીએ તેમની પુત્રીના મેરેજ રાખવામાં આવ્યા હતા 15 દિવસ પછી ફરી વેવાઈ અને વેવાણ જોડે ફરાર થઈ ગયા છે. વેવાઈ અને વેવાણ પહેલી વખત ફરાર થઈ ગયા પછી વેવાઈને તેમના ફેમિલીએ સ્વીકાર કરી લીધા હતા. જોકે વેવાણને તેમના પતિએ સ્વીકાર્યા ન હતા. જેથી તે તેમના પિતાના ઘરે રહેતા હતા. આ અગત્યના તથા કેટલાક પારિવારિક કારણોસર વેવાઈ વ્યથિત હતા અને આમ ફરી એકવખત વેવાઈ અને વેવાણ ભાગી ગયા હોવાની ચર્ચાઓએ જોર શોરથી જોર પકડ્યું છે.
આ પ્રેમકહાની બહુ જૂની છે. સુરતક તથા નવસારીના બે યુવક તથા મહિલાના મેરેજ થવાના હતા પરંતુ પુત્રીના માતા અને પુત્રના પિતા વચ્ચે નાનપણમાં અધુરો રહી ગયોલો આગળનો પ્રેમના અરમાનો જાગી ઉઠ્યા હતા અને પોતાના દીકરા દીકરીના લગ્ન કરાવવાની જગ્યાએ આ વેવાઈ-વેવાણ એકબીજા જોડે ઉજ્જૈન ભાગી ગયા હતા.
જો કે, 16 દિવસ જોડે રહીને બંને પાછા આવ્યા હતા જેમાં વેવાણને તો પતિએ ઓળખવાની જ ના પાડી દેતા તેણે પોતાના પિયર જવું પડ્યું હતુ જ્યારે વેવાઈ પોતાના ઘરે પરત ફરી ગયા હતા. આ પ્રેમકહાની દરેક ઘર ઘરમાં પ્રખ્યાત થઈ ચુકી છે. જો કે હવે વેવાણ અને તેમના પતિ વચ્ચે સમાધાન થઈ ગયુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.