-અત્યાર સુધીમાં ભારતમાં સવા લાખ મૃત્યુ થયા હતા
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝના ડાયરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ એવા ખુશખબર આપ્યા હતા કે કોરોનાની રસી વગર ભારત કોરોનામુક્ત થઇ જશે.
તેમણે કહ્યું કે આપણને કોરોનાની રસીની જરૂર નહીં પડે. કોરોના વાઇરસના વધી ગયેલા પ્રકોપ પછી આપણે હર્ડ કોમ્યુનિટીની સ્થિતિમાં આવી જઇશું. એ સમયે આપણને કોરોનાની રસીની જરૂર નહીં રહે. જો કે તેમણે તરત ઉમેર્યું હતું કે વાઇરસ મ્યૂટેટ ન થાય અથવા પરિસ્થિતિમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય તો કદાચ આપણને કોરોનાની રસીની જરૂર પડશે.
જો કે મને એમ લાગે છે કે આપણને કોરોનાની રસીની જરૂર નહીં પડે. આપણે હર્ડ ઇમ્યુનિટી દ્વારા કોરોનામુક્ત થઇ જઇશું.
તેમણે ઉમેર્યું હતું કે આગામી થોડા મહિનામાં વાઇરસમાં કેવા પ્રકારનું પરિવર્તન આવે છે એના પર તબીબી જગતની નજર છે. આ વાઇરસ પહેલીવાર દુનિયા સમક્ષ આવ્યો છે એટલે હજુ એની ગતિવિધિ વિશે તબીબી જગતને પૂરી માહિતી નથી. દુનિયાભરના ડૉક્ટરોની જેમ અહીં અમે પણ આ વાઇરસ પર નજર રાખીને બેઠાં છીએ. હર્ડ ઇમ્યુનિટીથી કોરોના મુક્ત થઇ જવાય તો કોરોનાની રસી પાછળ ખર્ચાયેલા અબજો રૂપિયા નકામા જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.