VIDEO: બેંગ્લોર હારતું હતું અને RCBનો ખેલાડી CSKના ગીત પર ડાન્સ કરતો હતો, સાથી ખેલાડી હસતા હતા

IPLની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. CSK એ તેના ગઢ ચેપોકમાં RCBને 6 વિકેટથી હરાવીને IPL 2024ની શાનદાર શરૂઆત કરી હતી. એક તરફ જ્યાં RCB ટીમ હારી રહી હતી, તો બીજી તરફ તેનો એક ખેલાડી મેદાન પર ડાન્સ કરી રહ્યો હતો, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સ્ટાર્સથી ભરપૂર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને IPL 2024ની સિઝનની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. વર્તમાન ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સે RCBને 6 વિકેટથી હરાવ્યું. ચેપૉકના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 2008માં માત્ર એક જ વાર RSB CSK સામે જીત્યું હતું. આ પછી તેને દરેક વખતે તકલીફ સહન કરવી પડી. ઉદ્ઘાટન મેચ પહેલા, ચેપોકમાં એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રખ્યાત ગીતકાર એ.આર. રહેમાન, અક્ષય કુમાર, સોનુ નિગમ અને ટાઈગર શ્રોફે તેમના પરફોર્મન્સથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જોકે, જ્યારે RCB ટીમ હારી રહી હતી ત્યારે ટીમનો એક સિનિયર ખેલાડી મેદાન પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.

ચેપોકમાં રમાયેલી CSK vs RCB મેચમાં વિરાટ કોહલીએ કંઈક એવું કર્યું હતું જેનો તેના સાથી ખેલાડીઓ અને દર્શકોએ ઘણી મજા લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વિરાટ કોહલી સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ દરમિયાન બાઉન્ડ્રી લાઈન પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ પછી ડીજેએ ‘અપડી પોડે’ ગીત વગાડાયું હતું. ત્યારબાદ વિરાટ દર્શકો તરફ વળ્યો અને પોતાની સ્ટાઈલમાં ડાન્સ કરવા લાગ્યો. આરસીબીના ચાહકો પણ તેની નકલ કરવા લાગ્યા. વિરાટ કોહલીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.