અરે.. શાળામાં દારુનાં નશામાં ચૂર શિક્ષકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ…

છોટાઉદેપુરનાં પાવી જેતપુર ખાતે કેવડા ગામની પ્રાથમિક શાળામાં નશામાં ચૂર શિક્ષકનો વિડિયો વાયરલ થયો છે. એટલું જ નહીં.. નશામાં રહેલો શિક્ષક જ દેશી દારુ પીધાની કબૂલાત કરતો નજરે પડે છે.

કેવડા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચનો અભ્યાસ હોય છે. જોકે આ વીડિયો જે સમયે આવ્યો ત્યારે ત્યાં કોઈ બાળકો હાજર ન હતાં.

શિક્ષક જ વિધાર્થીઓ માટે આદર્શ હોય છે. ત્યારે શિક્ષક જ શાળામાં નશામાં ચકચૂર જોવા મળે તેવા આ દ્નશ્યો ચિંતાનો વિષય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.