રાજકોટની એક હોટલમાં અશ્લીલ ડાન્સનો વીડિયો વાયરલ.. મેનેજરે કહ્યું….

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલી હોટેલ ઈમ્પિરીયલમાં પાંચમા માળે એક રૂમમાં યુવતીનાં અશ્લિલ ડાંસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડિયો વાયરલ થતાંની સાથે જ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને ડીસીપીએ તપાસનાં આદેશ કરતાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી.

https://www.youtube.com/watch?v=IDHhHY32aUo

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વીડિયો હોટેલની સામેની સાઈડથી કોઈ વ્યક્તિએ પોતાનાં મોબાઈલમાં ઉતાર્યા છે. શુક્રવારે રાતે હોટલમાં પાંચમા માળે આ અશ્લિલ ડાંસ પાર્ટી ચાલતી હતી.

સમગ્ર ઘટનાને લઈને રાજકોટ ક્રાઈમ બ્રાંચે ઈમ્પીરીયલ હોટેલમાં તપાસ કરીને હોટેલના સીસીટીવી ફુટેજ તેજમ રજીસ્ટરના આધારે તપાસ શરૂ કરી છે. ત્યાર બાદ આ વીડિયો ક્યાંનો છે. તેમજ વીડિયો ઉતારાર, તારીખ નક્કી થઈ ગયા બાદ વધુ કાર્રવાઈ કરાશે.

https://www.youtube.com/watch?v=HvZfheJcmpA

પત્રકારો સાથે વાત કરતા હોટેલના મેનેજરે પણ તમામ હદો વટાવતા રાહુલ રાવે જણાવ્યું કે હોટેલને હોટલ રીતે જોવી જઈએ. અહીં રૂમની અંદર શું ચાલે છે એ જોવાનું અમારૂ કામ નથી. આ મંદિર નથી કે લોકો અંહી પૂજા કરવા આવે. તેમણે જણાવ્યું કે આમા કશું અશ્લિલ નથી. આ વીડિયો સાચો હોય તો અમે પૂરી વિગતો આપવા તૈયાર છીએ અને પોલીસની તપાસમાં બધી જ સત્ય હકિકત બહાર આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.