ભાગલપુર ઇન્ટરસિટી એક્સપ્રેસમાં ઓન ડ્યૂટી કામ કરી રહેલા દાનાપુર બાઢ રેલ ખંડની વચ્ચે બખ્તિયારપુરમાં એક વૃદ્ધ TTને GRP ના એક SIએ માર માર્યો અને TTE દિનેશ કુમાર સિંહે બાઢ પોલીસ સ્ટેશનમાં GRP SI સુનીલ કુમારના વિરુદ્ધ મામલો નોંધાવ્યો છે. દિનેશ કુમાર સિંહ (SRTE)એ જણાવ્યું કે, તેમની ડ્યૂટી ભાગલપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ (13402 ડાઉન)માં C1 કોચના AC ચેયર કારમાં હતી, તે CE 1 કોચથી પોતાનું કામ કરતા દાનાપુરથી ભાગલપુર જઈ રહ્યો હતો.
જ્યારે સીટના વિશે GRP SI સુનીલ કુમારને પૂછવામાં આવ્યું કે, આ તમારી સીટ છે? જો તમારી સીટ નથી તો જે લોકોની આ સીટ છે, તે આવ્યા પછી તમે બીજા ડબ્બામાં ચાલ્યા જાઓ. આટલું સાંભળતાં જ બખ્તિયારપુરનો રહેવાસી SI સુનીલ કુમાર અને તેના સાથી તેને માર મારવા લાગ્યા, ત્યાર બાદ તેમને મહિલાઓએ બચાવ્યા હતા અને કોઈએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો અને હવે તે વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ટ્રેનમાં અનેક છોકરાઓ પણ હતા, જેમને આ ઘટનાને જોયું અને મારપીટની આ ઘટનાની સ્પષ્ટતા કરી.
આ મામલાને લઈને ભાગલપુર ઇન્ટરસિટી એક્સપ્રેસ અંદાજે અડધા કલાક સુધી બાઢ સ્ટેશન પર ઉભી રહી. અનેક યાત્રીઓએ તો ટ્રેન ઉભી રાખવાનું કારણ સમજમાં નથી આવ્યું. અનેક લોકો અસમંજસની સ્થિતિમાં હતા કે, ટ્રેન આટલા સમય સુધી કેમ ઉભી રહી? આ મામલાને લઈને SI સુનીલ કુમારના વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી હેતુ SRTE દિનેશ કુમાર સિંહે બાઢ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને હવે જોવાની વાત એ છે કે, SI ઉપર કાયદાકીય કાર્યવાહી થાય છે કે નહીં?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.