VIDEO-સુરત- બજારમાં ફરતી હતી બનાવટી ચલણી નોટો, 4.81 લાખના મુદ્દા માલ સાથે સમગ્ર રેકેટનો પર્દાફાશ

સુરત જિલ્લા પોલીસે કડોદરા શ્રીનિવાસ ગ્રીન સોસાયટીમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો સાથે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી.  4.81 લાખના મુદ્દા માલ સાથે સમગ્ર રેકેટનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો હતો.

News Detail

વીડિયો ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક 
https://wetransfer.com/downloads/2747528d2948fc3b882a45f8ad020c6420230219135950/e98606d7854027f460a334715229921520230219140012/a4ca3f?trk=TRN_TDL_01&utm_campaign=TRN_TDL_01&utm_medium=email&utm_source=sendgrid

સુરત જિલ્લા પોલીસે કડોદરા શ્રીનિવાસ ગ્રીન સોસાયટીમાંથી બનાવટી ભારતીય ચલણી નોટો સાથે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી.  4.81 લાખના મુદ્દા માલ સાથે સમગ્ર રેકેટનો સુરત જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો હતો.

સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ ગણાતા કડોદરા પંથકમાં ઘણા સમયથી બનાવટી ભારતીય ચલણી નોટોનો વેપલો ચાલી રહ્યો હોવાની સુરત ગ્રામ્ય પોલીસને માહિતી મળી હતી.  જેથી સુરત જિલ્લા પોલીસ તપાસ કરતા બાતમી ને આધારે કડોદરા શ્રીનિવાસ ગ્રીન સોસાયટી ગ્રીન સિટી સોસાયટીના મકાન નંબર 66 માં પ્રવીણ રાજારામ માળી નામનો ઈસમ આ સમગ્ર બનાવટી ચલણી નોટોનો રેકેટ ચલાવી રહ્યો હોવાની બાતમી મળી હતી  જે આધારે પોલીસે ત્યાં રેડ કરતા પ્રવીણ રાજારામ માળીના ઘરમાંથી અલગ અલગ દરની બનાવટી ભારતીય ચલણી નોટો તેમજ બનાવટી નોટોનું કટીંગ કરવાની પ્રવૃત્તિ કરતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.

સુરત ગ્રામ્ય પોલીસે બનાવટી ભારતીય ચલણી નોટોનો મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાજારામ માળીની ઘરની ચોકસાઈપૂર્વક તપાસ કરી હતી. જ્યાં તપાસ કરતા 500, 200 તેમજ 100ના દરની બનાવટી ભારતીય ચલણી નોટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. મુખ્ય સૂત્રધાર પ્રવીણ રાજારામ માળી આર્થિક પરિસ્થિતિ ખરાબ થતા યુ ટ્યુબ ના માધ્યમથી ભારતીય બનાવટી ચલણી નોટો બનાવવા અંગે માહિતી મેળવી હતી.

બનાવટી ચલણી નોટો ઉપર સિમ્બોલ લગાવી નોટો તૈયાર કરતો હતો.  અને બાદમાં બજારમાં ફરતી કરતો હતો. સુરત ગ્રામ્ય પોલીસે પ્રવીણ રાજારામ માળીની ધરપકડ કરીને તેની પાસેથી 4.62 લાખની ભારતીય ચલણી નોટો  એક મોબાઇલ તેમજ રોકડા મળી 4.81 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો . ઘણા સમયથી નાના દરની બનાવટી ભારતીય ચલણી નોટો પ્રવીણ રાજારામ માળી બનાવતો હતો અને આર્થિક ફાયદો મેળવવા માટે બજારમાં નોટો ફરતી કરી હતી.

બાઈટ : 1
બી ડી શાહ (સુરત ગ્રામ્ય એલસીબી, પી.આઈ.)

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.