– વિદ્યાર્થીઓ વોશિંગ્ટન ડીસી, કુવેત, દુબઈ, ફિલિપાઇન્સ જેવા દેશોમાંથી પરત આવશે : સ્કેનિંગ કર્યા પછી તેમને ઘરે જવા દેવાશે
વિશ્વના ૧૫૦થી વધુ દેશોમાં ફરી વળેલી કોરોના વાઈરસના ચેપની મહામારીને પરિણામે ફસાઈ ગયેલા અને પરત ન આવી શકતા ગુજરાતના ૧૦૦૦ વિદ્યાર્થીઓને દસમીમેએ ગુજરાત પરત લાવવામાં આવશે, એવી જાહેરાત મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે કરી છે. આ વિદ્યાર્થીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચે તે પછી તમામનું સઘન સ્કેનિંગ કરવામાં આવશે. આ સ્કેનિંગ બાદ યોગ્ય જણાશે તો તેમને તેમના ઘરે જવા દેવામાં આવશે. અન્યથા તેમને આઈસોલેશન સેન્ટરમાં ક્વોરન્ટાઈન કરાશે.
વિદેશમાં ફસાયેલા વિદ્યાથીઓ અમદાવાદ એરપોર્ટ પર આવે તે વખતે તેમની તબીબી ચકાસણી કરવા માટેની સુવિધા બરાબર કરવામાં આવી છે કે નહિ તેની ચકાસણી કરવા માટે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે એરપોર્ટ ખાતે ગયા હતા અને એરપોર્ટ પર કરવામાં આવેલી તૈયારીની ચકાસણી કરી હતી. એક હજાર વિદ્યાર્થીઓ ૧૦મી મેએ સવારે આવી પહોચશે.
કોરોના ની વૈશ્વિક મહામારીને પગલે અમલી બનાવાયેલા ર્નબંર્ગુહ માં વિદેશમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા છે. આ વિદ્યાર્થીઓને વિદેશથી પરત લાવવા રાજ્ય સરકારે અનેક પ્રયાસો કર્યા હતા. વિદેશ મંત્રાલય સાથે પરામર્શમાં રહીને કરેલા પ્રયાસો ના ફળદાયી પરિણામ સ્વરૂપે ૧૦મી મેના રોજ સવારે એક હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત ફરી રહ્યા છે.
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતું કે વિદેશમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારોની સતત માંગ હતી કે અમારા બાળકોને શક્ય એટલા વહેલા પરત લાવવામાં રાજય સરકારે સક્રિય પ્રયાસો કરવા જોઈએ. તેના પગલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને આ વિદ્યાર્થીઓને પરત લાવવાનું આયોજન કરાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીઓ વોશિંગ્ટન ડીસી, કુવેત, દુબઈ, ફિલિપાઇન્સ વગેરેથી અહીં પરત ફરી રહ્યા છે આ અંગે અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુ અને ઉચ્ચ અધિકારીઓ એરપોર્ટ ઉપર ઉપસ્થિત રહીને તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.