એક સામાન્ય કહેવત છે કે દુનિયાના કોઇપણ છેડે જાઓ તમને ભારતીય તો મળી જ રહેશે. પરંતુ આ વાત આપણા પાડોશી દેશ પાકિસ્તાનની સાથે મેળ બેસતી નથી. જી હા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરણે લોકસભામાં કહ્યું કે પાકિસ્તાનમાં ભારતનો એક પણ નાગરિક રહેતો નથી. વિદેશ મંત્રાલયે દુનિયાના 208 દેશોમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા સાથે જોડાયેલા આંકડા રજૂ કર્યા છે.
ભારતીય વિદેશ મંત્રાલયે લોકસભા સાસંદ પ્રસૂન બેનર્જીનો વિદેશ મંત્રાલયને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે ભારતીય મિશન સાથે જોડાયેલા આંકડા પ્રમાણે લગભગ 13,620,000 લોકો દેશની બહાર રહે છે. વિદેશ મંત્રાલયે દેશ પ્રમાણે આંકડા જાહેર કર્યા છે જેમાં વિશ્વના 208 દેશોમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા બતાવી છે.
તેના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરણે લોકસભામાં આંકડો રજૂ કર્યો. પહેલાં પ્રશ્નના જવાબમાં કહ્યું કે આખી દુનિયામાં ભારતના લગભગ 1 કરોડ 36 લાખ 20 હજાર લોકો રહે છે. આરબીઆઈના આંકડા પ્રમાણે 2018-19મા દેશમાંથી બહાર રહેતા લોકો દ્વારા 76.4 અબજ અમેરિકન ડોલર ભારતમાં આવ્યા. ત્યાં 2019-20 (એપ્રિલ-સપ્ટેમ્બર)માં 41.9 અબજ અમેરિકન ડોલર ભારત આવ્યા.
ચીનમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે. વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે ચીનમાં રહેતા ભારતીય લોકોની સંખ્યા ત્રણ ભાગમાં વહેંચાઇ છે. ચીનમાં (55,500), હોંગકોંગ (31989) અને તાઇવાનમાં 4010 લોકોની કુલ વસતી 91499 છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.