વિદેશથી આવેલા 700 ગુજરાતી દિલ્હી એરપોર્ટ પર ફસાઈ ગયા

રાજકોટઃ સરકારે વિદેશથી આવતી તમામ ફ્લાઈટ રોકાવી દીધી છે, પરંતુ શુક્રવાર સુધીમાં દેશ-વિદેશથી આવેલી ફ્લાઈટમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા બાદ તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ અને અન્ય પ્રક્રિયા કરવામાં લાંબી લાઈન લાગી હોવાને કારણે આશરે 700થી વધુ ગુજરાતીઓ હાલ દિલ્હી એરપોર્ટ પર ફસાયા છે. શનિવારે સાંજ સુધી યાત્રિકોનું સ્ક્રીનિંગ કરાયું હતું બાદમાં બંધ કરી દેવાતા હવે રવિવાર સુધી આ તમામ યાત્રિકોએ દિલ્હી એરપોર્ટ પર જ રહેવું પડશે. મૂળ રાજકોટના પણ કેટલાય યાત્રિકો દિલ્હી એરપોર્ટ પર ફસાયા છે. યાત્રિકોએ જણાવ્યું હતું કે, દિલ્હી એરપોર્ટ પર જમવાની અને પાણીની પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ફોનની બેટરી પણ પૂરી થઇ ગઇ છે. હજુ રવિવારે સાંજ સુધી દિલ્હી એરપોર્ટ પર ફસાયેલા યાત્રિકોને રોકાવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.