વિદેશથી આવનાર હવે વતનના જિલ્લામાં ક્વૉરન્ટાઇન થઇ શકશે

– 14 દિવસનું ક્વોરન્ટાઇન ફરજિયાત

– અમદાવાદ-સુરતના મહાનગર પાલિકાના વિસ્તારની હદમાં પણ સંસ્થાકીય ક્વોરન્ટાઇન થઇ શકશે

વિદેશથી ફ્લાઇટમાં આવનારા ગુજરાતી મુસાફરો હવે તેમના વતનના જિલ્લામાં પણ ૭ દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઇન રહી શકશે જ્યારે ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવું પડશે.

‘વંદે ભારત’ મિશન હેઠળ વિદેશથી ફ્લાઇટમાં આવનારા ગુજરાતીઓ માટે અગાઉના નિયમ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા નિશ્ચિત કરવામાં આવેલા જિલ્લામાં ક્વોરન્ટાઇન રહેવું પડતું હતું. હવે નવી માર્ગદર્શિકા પ્રમાણે વિદેશથી ફ્લાઇટમાં આવનારા ગુજરાતી મુસાફરો માટે તેઓને હવે વતનના જિલ્લામાં પણ ૭ દિવસ સંસ્થાકીય ક્વોરન્ટાઇન થવાની પરવાનગી આપવાની રહેશે અને ત્યારબાદ ૭ દિવસ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવાનું નિયત કરાયું છે.

આમ, હવે વિદેશથી પરત ફરનારા ગુજરાતીઓને કુલ ૧૪ દિવસ ક્વોરન્ટાઇ રહેવું પડશે. આ ઉપરાંત અન્ય એક પણ પરિવર્તન કરાયું છે. જેના ભાગરૃપે વિદેશથી પરત ફરી રહેલા ગુજરાતીઓ અગાઉ અમદાવાદ-સુરત સિવાય અન્ય કોઇ પણ જિલ્લામાં ક્વોરન્ટાઇન થઇ શકતા હતા. પરંતુ હવે તેઓ અમદાવાદ-સુરતના મહાનગર પાલિકા વિસ્તારની હદમાં સંસ્થાકીય ક્વોરન્ટાઇન થઇ શકશે. વિદેશથી પરત ફરનારાઓને એરપોર્ટ ખાતે જ સંસ્થાકીય ક્વોરન્ટાઇન માટે સરકારી અને પેઇડ એમ બે વિકલ્પ આપવામાં આવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.