વિદેશથી સ્વદેશ પરત ફરનારા લોકો માટે જારી કરવામાં આવી ગાઇડલાઇન

દેશમાં સ્થાનિક વિમાન સેવા સોમવારથી શરૂ થઇ રહી છે, હવે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે, કે ખુબ જ જલ્દીથી આંતરરાષ્ટ્રિય ફ્લાઇટ્સનો પણ શુભારંભ થઇ શકે છે.

નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદિપ સિંહ પુરીએ  કહ્યું છે કે સરકારને આશા છે કે ઓગસ્ટ- સપ્ટેમ્બર પહેલા આંતરરાષ્ટ્રિય ઉડ્ડયન ફરીથી શરૂ થશે, કોરોના વાયરસ રોગચાળાનો સામનો કરવા માટે ભારતમાં 22 માર્ચથી જ આંતરરાષ્ટ્રિય ઉડાનો રોકવામાં આવી છે.

ત્યાર બાદ દેશમાં ઘોષિત લોકડાઉનની સાથે જ સ્થાનિક ઉડાનો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો, હવે આરોગ્ય મંત્રાલય તરફથી વિદેશથી સ્વદેશ પરત ફરનારા લોકો માટે ગાઇડલાઇન જારી  કરવામાં આવી છે.

આ ગાઇડલાઇનનું   યાત્રિકોએ ફરજીયાતપણે પાલન કરવું પડશે, જેમાં મુખ્ય છે 14 દિવસ સુધી ક્વારન્ટાઇનમાં રહેવું પડશે, આ ક્વારન્ટાઇન દરમિયાન થતો ખર્ચ યાત્રિકે ભોગવવાનો રહેશે. અને 14 દિવસ બાદ  તેમે ઘરે જવાની મંજુરી મળી શકે.

તે ઉપરાંત આ લોકોઅ ઓરોગ્ય સેતૂ ડાઉનલોડ કરવાની રહેશે. અને આ શરતો તમામ લોકો કે જે જહાજ, વિમાન અને પગપાળા આવતા હોય તેમને પણ લાગુ પડશે. આ લોકોનું થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.