હાલ માજ વિધાનસભા ચુંટણી હેમ-ખેમ પાર પડી છે. હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી તેમજ બીજા અનેક રાજ્યોની કુલ 51 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના પરિણામો આવી ગયા છે.આ ચૂંટણીના પરિણામોએ ભલભલા રાજકીય પંડિતોની ગણતરીમાં ઉંધા પાડી દીધા છે. વધુ ભાગના એેક્ઝિટ પોલમાં ભાજપની એકતરફી જીતની આશા રાખવામાં આવી હતી પરંતુ પરિણામો ભાજપની ધારણા મુજબ બિલકુલ આવ્યા નથી.
હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપે કોંગ્રેસની સરખામણીમાં ભાજપે અનેકગણી વધારે મહેનત કરી અને તાકાત ઝોંકી હતી પરંતુ પરિણામો તે મહેનત મુજબના જોવા મળ્યાં નથી. પરંતુ ખુબ નીચા પ્રમાણમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપને પોતાના જોરે બહુમતિ મેળવવાની ખેવના હતી જે પૂરી થઇ નથી. તો હરિયાણામાં તો ભાજપ બહુમતિથી જ દૂર રહી ગયો છે અને રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ સર્જાઇ છે. બંને વિધાનસભાની ચૂંટણીમાં મતદાન ધાર્યા કરતા ઘણું ઓછું થયું અને ઓછા મતદાનનું સીધું નુકસાન ભાજપને થતું જણાઇ રહ્યું છે.
સાચી વાતતો એ છે કે બંને રાજ્યોમાં ઘણાં લોકો એવાં હતાં જેઓ વર્તમાન વિકલ્પથી રાજી નથી અને એવા લોકો તો મતદાન માટે નીકળ્યાં જ નહીં. ચૂંટણી પહેલાં ભાજપ બંને રાજ્યોમાં નિશ્ચિંત જણાતી હતી પરંતુ પરિણામો બાદ ભાજપની કેન્દ્રીય નેતાગીરીના માથે ચિંતાની લકીરો તણાઇ ગઇ છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે તો હરિયાણાની મુલાકાત મુલતવી રાખીને ખટ્ટરને તાત્કાલિક દિલ્હીનું તેડું મોકલ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.