ગુવાહાટીઃ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રદર્શન પર અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઈએ શનિવારે કટાક્ષ કર્યો હતો. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતા કહ્યું કે તેમની લોકપ્રિયતા હવે ઘટી રહી છે. તે દરેક સમયે લોકોને ઈમોશનલ રીતે મૂર્ખ બનાવી ન શકે.
ગોગોઈએ ન્યુઝ એજન્સીને કહ્યું કે હરિયાણા અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ પણ હારી શકે છે. જો પાર્ટીમાં દરેક વ્યક્તિ સાથે મળીને કામ કરે છે તો કોંગ્રેસ અગામી વખતે સારી સીટ લાવી શકે છે.
ગોગોઈએ અસમમાં વિદેશીઓ માટે બનાવવામાં આવેલા ડિટેન્શન કેમ્પમાં બીજા મોત અંગે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે આ ખૂબ જ દુ:ખજનક છે. આ સરકારની બેદરકારીના કારણે થયું છે. આ માનવઅધિકારનું ઉલ્લંઘન છે. કોંગ્રેસ નેતાએ વિદેશીઓને કેમ્પમાંથી મુક્ત કરવાની માંગ કરી છે.
24 ઓક્ટોબરે આવેલા મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભાના પરિણામોમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું. હરિયાણામાં કોંગ્રેસને 90માંથી 31 સીટો મળી. જ્યારે મહારાષ્ટ્રમાં પાર્ટીને 44 સીટો મળી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.