આવનારી વિધાનસભાની પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા, આપણાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપની તૈયારીયા કેવી ચાલે છે તે માટે પહોંચીયા વહેલા મિદનાપુર

પશ્વિમ બંગાળના મિદનાપુરમાં બીજેપીની રેલી શુર થઈ ગઈ છે. રેલીમાં ટીએમસીના ભાગેડુ નેતા શુભેંદુ અધિકારી, ટીએમસી સાંસદ સુનીલ મંડલ હાજર છે. શુભેંદુ અધિકારી કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના નેતા અમિત શાહની હાજરમાં ભાજપમાં સામેલ થયા છે.

પશ્વિમ બંગાળઃ પશ્વિમ બંગાળમાં આગામી દિવસોમાં થનારી વિધાનસભાની ચૂંટણી (West Bengal Election 2021) પહેલા ભાજપની (BJP) તૈયારીઓ અવલોકન કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી (central home minister Amit shah) અને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ્ય અમિત શાહ મિદનાપુર પહોંચ્યા છે. અહીં ટીએમસીના (TMC) રાજીનામુ આપનારા શુભેંદુ અધિકારીને અમિત શાહેર સત્તાવાર રીતે ભાજપમાં આવકાર્યા હતા.

મિદનાપુરમાં રેલીને સંબોધીત કરતા અમિત શાહેર વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે બધી પાર્ટીઓમાંથી સારા લોકો આજે બીજેપીમાં આવ્યા છે.

મમતા સરકાર ઉપર શાબ્દિક હુમલો કરતા અમિત શાહે જણાવ્યું કે, તમે બંગાળમાં વિકાસનું વચન આપ્યું હતું. આવું ક્યારે થયું નથી. ભ્રષ્ટાચાર વધ્યો, ગુંડારાજ વધ્યું. પીએમ મોદી દ્વારા અમ્ફન માટે મોકલેલા બધા પૈસા TMC ગુંડાઓના ખિસ્સામાં જતા રહ્યા.

અમિત શાહે કહ્યું કે દીદીદ કહે છે કે ભાજપ દલ બદલ કરે છે. દીદી હું તમને યાદ કરાવવા આવ્યો છું કે જ્યારે કોંગ્રેસ છોડીને તૃણમૂળ બનાવી તો દલ-બદલ ન હતું? પશ્વિમ બંગાળના પાસીમ મિદનાપુરમાં બોલતા અમિત શાહે કહ્યું કે પોતાની ત્રણ દશક કોંગ્રેસને 27 વર્ષ કોમ્પ્યુનિસ્ટો અને 10 વર્ષ મમતા દીદીને આપ્યા, ભારતીય જનતા પાર્ટીને પાંચ વર્ષનો સમય આપો. અમે બંગાલને સોનાર બાંગ્લા બનાવીશું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.