વિધાનસભા ચૂંટણી પહેલા નીતીશ કુમારને ઝટકો : જેડીયુ મંત્રી શ્યામ રજક રાજીનામુ આપી ‌RJD મા જોડાશે

બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઇને રાજકિય ગરમાવો સતત વધી રહ્યો છે. તેવામાં નીતીશ કુમાર અને જનતા દળને ચૂંટણી પહેલા મોટો ઝટકો મળી શકે છે. જેડીયુના નેતા અને બિહારના ઉદ્યોગ મંત્રી શ્યામ રજક પાર્ટી છોડી શકે છે. સોમવારે તેઓ મંત્રી પદેથી રાજીનામુ આપી શકે છે. શ્યામ રજકેને જનતા દળનો દલિતત ચહેરો ગણવામાં આવે છે. જેથી તેમના રાજીનામા બાદ બિહાર વિધાનસભા ચૂંટણીના સમીકરણો બદલાઇ શકે છે.

માત્ર આટલું જ નહીં પરંતુ શ્યામ રજક જેડીયુ છોડ્યા બાદ આરજેડીમાં જોડાઇ શકે છે. શ્યામ રજકે જણાવ્યું કે તેઓ સોમવારે પોતાના આ નિર્ણયની જાહેરાત કરશે. તેમણે કહ્યું કે તેમની લડાઇ કોઇ સાથે નથી, પરંતુ વિચારધારાને કારણે તેઓ પાર્ટી છોડશે. તેમણે આગળ કહ્યું કે હું બાબા સાહેબ આંબેડકર અને પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની તસવીરો નીચે બેસનાર વ્યક્તિ છું. તેમની વિચારધારા પર જ ચાલુ છુ.

એક જમાનામાં શ્યામ રજક આરજેડી સુપ્રિમો લાલુ પ્રસાદ યાદવના નજકના વ્યક્તિ ગણવામાં આવતા હતા. તેમની અને રામકૃપાલ યાદવની જોડીને રામ-શ્યામની જોડી ગણવમાં આવતી હતી. ત્યારે હવે ફરીથી તેઓ આરજેડીમાં ઘરવાપસી કરે તેવી શક્યતા છે. જો કે આ અંગે હજુ કોઇ સ્પષ્ટ જાહેરાત કરવામાં આવી નથી.

શ્યામ રજક સોમવારે સવારે 12 વાગે વિધાનસભા ધ્યક્ષ પાસે જઇને રાજીનામુ આપશે. આ સિવાય બિહારના રાજનૈતિક સૂત્રોમાં એવી પણ ચર્ચા થઇ રહી છે કે પુર્ણિયા જિલ્લાના અન્ય એક મંત્રે પણ પાર્ટીમાંથી રાજીનામુ આપવાનો નિર્ણય કર્યો છે. તેમની પમ આરજેડીમાં જોડાવાની શક્યતા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.